
હુબલી, નવી દિલ્હી, 04 ઓક્ટોબર (હિ.સ.). અશોક સિંઘલે સનાતન ધર્મની રક્ષા, ગૌ સંરક્ષણ, હિંદુ સમાજમાં જાગૃતિ અને રાષ્ટ્રીય ચેતનાના નિર્માણ માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું. હુબળીના દેશપાંડે નગર સ્થિત સવાઈ ગંધર્વ હોલમાં વિશ્વ હિંદુ પરિષદ, કર્ણાટક ઉત્તર પ્રાંત દ્વારા આયોજિત અશોક સિંઘલ જન્મ શતાબ્દી સમારોહને સંબોધિત કરતા, કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ આ વાત કહી.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, રામ જન્મભૂમિ આંદોલનના મુખ્ય નેતાઓમાંના એક રહેલા અશોક સિંઘલનું વિશ્વભરમાં હિંદુ સમાજને સંગઠિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. અશોક સિંઘલની ધર્મનિષ્ઠા, રાષ્ટ્રભક્તિ, ત્યાગ, દેશસેવા પ્રત્યે પ્રતિબદ્ધતા, વિચાર અને સેવાનો માર્ગ સમાજ માટે હંમેશા પ્રેરણાદાયી અને માર્ગદર્શક રહેશે.
સમારોહનું આયોજન હુકેરી સ્થિત ગુરુશાંતિશ્વર સંસ્થાન હિરેમઠના પૂજ્ય શ્રી ષ.બ્ર. ચંદ્રશેખર શિવાચાર્ય મહાસ્વામીજી તથા કોંચુરમઠના પૂજ્ય શ્રી સવિતાનંદ મહાસ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં થયું.
કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત સંપર્ક પ્રમુખ સુધીરસિંહ ઘોરપડે, નિવૃત્ત પોલીસ અધિક્ષક શરણપ્પા ઉલ્કિહાલ, વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય સચિવ ગોપાલ જી, કર્ણાટક ઉત્તર પ્રાંતના અધ્યક્ષ લિંગરાજ અપ્પા, પ્રાંત સચિવ શિવકુમાર બોળશેટ્ટી સહિત અનેક ગણમાન્ય અને મુખ્ય લોકો ઉપસ્થિત રહ્યા.
હિન્દુસ્થાન સમાચાર / રાકેશ એમ.બી. / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ