કેપ્ટન સ્મિત મચ્છરને લઈને ગાંધી પરિવારની ચૂપકીદી પર ભાજપે સવાલો ઉઠાવ્યા
નવી દિલ્હી, 04 ઓક્ટોબર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરી અંગે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વની કથિત ચૂપકીદી પર સવાલો ઉઠાવ્યા છે. ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ રવિવારે કહ્યું કે, કેપ્ટન સ્મિતે વિમાનમાં અદમ્ય સા
પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદી


નવી દિલ્હી, 04 ઓક્ટોબર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરી અંગે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વની કથિત ચૂપકીદી પર સવાલો ઉઠાવ્યા છે. ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ રવિવારે કહ્યું કે, કેપ્ટન સ્મિતે વિમાનમાં અદમ્ય સાહસનો પરિચય આપીને ઘણા લોકોનો જીવ બચાવ્યો, પરંતુ ગાંધી પરિવાર તરફથી તેમના માટે અત્યાર સુધી એક પણ શબ્દ, પોસ્ટ કે પ્રેસ નિવેદન સામે આવ્યું નથી.

સુધાંશુ ત્રિવેદીએ અહીં ભાજપ મુખ્યાલયમાં પત્રકાર પરિષદમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેપ્ટન સ્મિત સાથે વાત કરી ચૂક્યા છે અને ઇઝરાયલ તથા અમેરિકાના રાષ્ટ્રાધ્યક્ષોએ પણ તેમની બહાદુરીની પ્રશંસા કરી છે. આવા સંજોગોમાં ગાંધી પરિવારની ચૂપકીદી સવાલો ઉભા કરે છે. તેમણે કહ્યું કે આખરે કેપ્ટન સ્મિતના સાહસ પર કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા કેમ ન આવી.

તેમણે કહ્યું કે, મીડિયામાં આરોપી પાઇલટ ઇમામ અલ હમામી અંગે અલ-કાયદા તરફથી કથિત સમર્થનના સમાચાર પણ સામે આવ્યા છે. આ છતાં સોનિયા, પ્રિયંકા અને રાહુલે કેપ્ટન સ્મિતના સાહસ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. તેમણે બાટલા હાઉસ એન્કાઉન્ટરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જે લોકોએ તે ઘટનાના આરોપીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી, તેમની તરફથી કેપ્ટન સ્મિત માટે કરુણાનો કોઈ ભાવ દેખાઈ રહ્યો નથી.

ત્રિવેદીએ કહ્યું કે, રાહુલ ગાંધી ગાઝાના મુદ્દે 'એક્સ' પોસ્ટ, કોંગ્રેસ કાર્યસમિતિના પ્રસ્તાવો અને અખબારોમાં લેખો દ્વારા પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા રહ્યા છે, પરંતુ કેપ્ટન સ્મિતના મામલે તેમની તરફથી એક શબ્દ પણ આવ્યો નથી. કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ પોતાના કથિત વોટ બેંકના દબાણમાં આ મામલે ચૂપ છે. સમગ્ર દેશે કોંગ્રેસના સર્વોચ્ચ નેતૃત્વના આ આચરણને જોવું જોઈએ.

તેમણે કહ્યું કે, જે લોકો ઝાકિર નાયકને શાંતિનો મસીહા ગણાવતા હતા, અફઝલ ગુરુને પરિસ્થિતિઓનો શિકાર અને બુરહાન વાનીને ભટકેલો યુવાન ગણાવતા હતા, યાકૂબ મેમણની ફાંસીને 'ન્યાયિક હત્યા' કહેતા હતા અને બાટલા હાઉસ એન્કાઉન્ટર પર સવાલો ઉઠાવતા હતા, તેઓ કેપ્ટન સ્મિતના મામલે હવે એક શબ્દ પણ કેમ બોલી રહ્યા નથી.

ત્રિવેદીએ તેને બે વિચારધારાઓનો ટકરાવ ગણાવતા કહ્યું કે, એક વિચારધારા કથિત રીતે આતંક પ્રત્યે નરમ વલણ ધરાવે છે, જ્યારે બીજી વિચારધારા દેશ અને લોકોની સુરક્ષા માટે જોખમ ઉઠાવવા તૈયાર છે. તેમણે કેપ્ટન સ્મિતને તેનું ઉદાહરણ ગણાવતા કહ્યું કે, તેમણે વિમાનમાં સવાર લોકોનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો.

ભાજપના સાંસદે ઉત્તર પ્રદેશ કોંગ્રેસમાં ઇમરાન મસૂદને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવવા પર પણ સવાલ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધીની જયંતિના દિવસે કોંગ્રેસે આ નિમણૂક કરી. તેમણે ઇમરાન મસૂદના 2014ના લોકસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે આપેલા કથિત 'બોટી-બોટી' નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો અને કોંગ્રેસના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા.

સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર પણ નિશાન સાધતા તેમના પાર્ટી અધ્યક્ષની ચૂંટણી અંગે સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, સતત ચૂંટણી હારની હતાશામાં ખડગે રાહુલ ગાંધીની કથિત વિકૃત માનસિકતાને કેમ અપનાવી રહ્યા છે.

તેમણે કહ્યું કે, ખડગેના કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી સમયે ઘણા કોંગ્રેસ નેતાઓએ મતદાર મંડળની યાદી સાર્વજનિક કરવાની માંગ કરી હતી, પરંતુ પાર્ટીએ યાદી આપી ન હતી. આ જ આધારે તેમણે ખડગેની ચૂંટણીની કાયદેસરતા પર સવાલ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નામાંકન દરમિયાન પરિવારના અન્ય સભ્યો નામાંકન કક્ષમાં હાજર હતા, જ્યારે ખડગેને અંદર જવાની મંજૂરી ન આપવાની વાત સામે આવી હતી. ત્રિવેદીએ કોંગ્રેસને કહ્યું કે કાયદેસર અને ગેરકાયદેસરની વાત કરતા પહેલા તેણે પોતાનામાં પણ ડોકિયું કરવું જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande