અમિત શાહ આજે, સેવા સંકલ્પ અભિયાનની સમીક્ષા કરશે
નવી દિલ્હી, 05 ઓક્ટોબર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે પાર્ટી મુખ્યાલયમાં સેવા સંકલ્પ અભિયાનની પ્રગતિ અને તૈયારીઓની સમીક્ષા કરશે. આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ નિતિન નવીન પણ હાજર રહેશ
ોસઘૂ


નવી દિલ્હી, 05 ઓક્ટોબર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે પાર્ટી મુખ્યાલયમાં સેવા સંકલ્પ અભિયાનની પ્રગતિ અને તૈયારીઓની સમીક્ષા કરશે. આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ નિતિન નવીન પણ હાજર રહેશે. ભાજપના સૂત્રોએ આ માહિતી આપી છે.

તેમણે જણાવ્યું કે, અમિત શાહ દ્વારા 'સેવા સંકલ્પ અભિયાન'ની સમીક્ષા માટે ભાજપ કાર્યાલયનો આ ત્રીજો પ્રવાસ હશે. આ પહેલા પણ તેઓ અભિયાન સંબંધિત ગતિવિધિઓ અને તૈયારીઓનો જાયજો લઈ ચૂક્યા છે. સોમવારની બેઠકમાં અભિયાનની વર્તમાન સ્થિતિ, અત્યાર સુધીની પ્રગતિ અને આગળની ગતિવિધિઓ અંગે ચર્ચા થવાની સંભાવના છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાર્વજનિક જીવન અને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે, તેમના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી દેશભરમાં ચલાવવામાં આવી રહેલું 'સેવા સંકલ્પ અભિયાન' 17 ઓક્ટોબર સુધી ચાલશે.

અભિયાનના માધ્યમથી મોદીની 25 વર્ષની સાર્વજનિક સેવા યાત્રાને જનતા સમક્ષ રજૂ કરવાની સાથે-સાથે સેવા, જનકલ્યાણ અને રાષ્ટ્ર નિર્માણ સાથે સંકળાયેલા તેમના કાર્યોને રેખાંકિત કરવાના છે. અભિયાનને પ્રભાવી અને વ્યાપક બનાવવા માટે ભાજપ સંગઠન દ્વારા વિવિધ સ્તરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / સૌરવ રાય / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande