
નવી દિલ્હી, 05 ઓક્ટોબર (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, સર્વોચ્ચ અદાલત માટે ત્રણ ન્યાયાધીશોની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. સોમવારે જારી કરાયેલી અધિસૂચનામાં ત્રણ ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિએ ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ, દિલ્હી ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ ડીકે ઉપાધ્યાય અને તેલંગાણા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ અપરેશ કુમાર સિંહને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. આ પહેલા 28 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે, આ ન્યાયાધીશોની નિમણૂકની ભલામણ કરી હતી.
હાલમાં, સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયાધીશ સહિત 34 ન્યાયાધીશો છે. સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની કુલ મંજૂર સંખ્યા 38 છે. આ ત્રણ ન્યાયાધીશોના શપથ લીધા પછી સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા 37 થઈ જશે.
હિન્દુસ્થાન સમાચાર /સંજય / વીરેન્દ્ર સિંહ / પ્રભાત મિશ્રા / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ