બિહારના બક્સરમાં કાર-બાઇકની ટક્કરમાં 6 યુવકોના મોત, 2 ગંભીર
પટના, નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) બિહારમાં બક્સર જિલ્લાના રાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સોનપા ગામ પાસે ગુરુવારે મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં છ યુવકોના મોત થયા છે, જ્યારે અન્ય બેની હાલત નાજુક છે. ઉત્તર પ્રદેશના ગહમર પોલી
બિહારના બક્સરમાં કાર-બાઇકની ટક્કરમાં 6 યુવકોના મોત, 2 ગંભીર


પટના, નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) બિહારમાં બક્સર જિલ્લાના રાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સોનપા ગામ પાસે ગુરુવારે મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં છ યુવકોના મોત થયા છે, જ્યારે અન્ય બેની હાલત નાજુક છે.

ઉત્તર પ્રદેશના ગહમર પોલીસ સ્ટેશન વિસ્તારના ભતઉરા ગામના પાંચ યુવકો કારમાં સવાર થઈને રામગઢ-મોહનિયા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સોનપા ગામ તરફથી ત્રણ યુવકો બાઇક પર સવાર થઈને મુખ્ય માર્ગ પર આવ્યા હતા. આ દરમિયાન કાર અને બાઇક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો ઘાયલ છે. મૃતકોમાં ઉત્તર પ્રદેશના ગહમર પોલીસ સ્ટેશન વિસ્તારના ભતઉરા ગામના રહેવાસી ઇરફાન અંસારી (25), અરબાઝ અંસારી (20) અને બાદલ કુમાર (30) સામેલ છે. બાઇક સવાર ત્રણ યુવકોના પણ મોત થયા છે. જેમાં ઉત્તર પ્રદેશના ઉતરૌલીના રહેવાસી અરુણ કુમાર રાજભર (21), શિવમ કુમાર અને શુભમ કુમાર સામેલ છે. શુભમ કુમાર રાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સોરી ગામના અને શિવમ કુમાર (18) રાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સિકરૌલ ગામના રહેવાસી છે.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, કારમાં પાંચ અને બાઇક પર ત્રણ યુવકો સવાર હતા. અકસ્માતમાં ચાર લોકોના મોત બાદ બાકીના ચાર ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સદર હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. તબીબોએ બે ઘાયલોની ગંભીર સ્થિતિને જોતા વધુ સારી સારવાર માટે ઉચ્ચ કેન્દ્રમાં મોકલી આપ્યા હતા. અન્ય ઘાયલોએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ગોવિંદ ચૌધરી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande