લોકસભા અધ્યક્ષ અને અન્ય મહાનુભાવોએ, 'દેવ ઉઠી અગિયારસ' પર દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓએ શુક્રવારે કાર્તક સુદ અગિયારસના પવિત્ર પર્વ ''દેવ ઉઠી અગિયારસ'' પર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. બિરલાએ એક્સ પર લખ્યું, ભારતીય સાહિત્ય અ
એકાદશી


નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓએ શુક્રવારે કાર્તક સુદ અગિયારસના પવિત્ર પર્વ 'દેવ ઉઠી અગિયારસ' પર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

બિરલાએ એક્સ પર લખ્યું, ભારતીય સાહિત્ય અને પ્રાચીન ધાર્મિક પરંપરાઓમાં, દેવ ઉઠી અગિયારસનું વિશેષ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. આ તે પવિત્ર અવસર માનવામાં આવે છે, જ્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પોતાની યોગ-નિદ્રામાંથી જાગે છે. આ દિવસથી જ 'ચાતુર્માસ'નું સમાપન થાય છે અને લગ્ન સહિત અનેક માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. 'તુલસી વિવાહ'ની પરંપરા આ પર્વને વધુ વિશેષ બનાવી દે છે. આ ઉત્સવ આપણી સનાતન જીવન-પદ્ધતિમાં પ્રકૃતિ, ઉપાસના, પારિવારિક મૂલ્યો અને સામાજિક કલ્યાણના સુંદર સુમેળને દર્શાવે છે. દેવ ઉઠી અગિયારસનો આ પવિત્ર અવસર આપણને નવી ઊર્જા, શુભ સંકલ્પો અને સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે આગળ વધવાની પ્રેરણા આપે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાથી પ્રત્યેક પરિવારમાં સુખ, શાંતિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનો વાસ થાય. આપણી સનાતન પરંપરાઓનો આ અમૂલ્ય સાંસ્કૃતિક વારસો સમાજમાં સદ્ભાવના, સુમેળ અને જન-કલ્યાણની ભાવનાને વધુ મજબૂત કરે; અને આપણું રાષ્ટ્ર નિરંતર પ્રગતિ, સમૃદ્ધિ તથા સર્વાંગી વિકાસના પથ પર આગળ વધતું રહે.

રાજનાથ સિંહે કહ્યું કે, ભારતીય સંસ્કૃતિ અને આસ્થામાં દેવ ઉઠી અગિયારસનું વિશેષ મહત્વ છે. માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પોતાની યોગ નિદ્રામાંથી જાગે છે અને શુભ કાર્યોની શરૂઆત થાય છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ સૌ પર બની રહે, અને દરેક પરિવારના જીવનમાં સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ આવે.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ અને માતા તુલસીની કૃપાથી સૌનું જીવન સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિથી ભરાઈ જાય, એવી જ તેમની પ્રાર્થના છે.

કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે, દેવ ઉઠી અગિયારસ અને તુલસી વિવાહના અવસર પર સંસારના પાલનહાર ભગવાન વિષ્ણુના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરીએ છીએ.

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા તુલસીની કૃપાથી આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સૌભાગ્ય આવે. તમામ શુભ કાર્યોની આ મંગલમય શરૂઆત આપના માટે સૌભાગ્ય લઈને આવે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande