રાજકોટ : પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધથી ત્રસ્ત 32 વર્ષીય યુવકનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
કાલાવડ રોડ પર કટારીયા ચોકડી નજીક પ્રેસિડેન્ટ સાઈડ ખાતે બની ઘટના; બે સંતાનોના પિતા એવા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો રાજકોટ, 21 નવેમ્બર (હિ.સ.) રાજકોટના કાલાવડ રોડ પર કટારીયા ચોકડી પાસે રહેતા અને મિ
ઝેરી દવા


-કાલાવડ રોડ પર કટારીયા ચોકડી નજીક પ્રેસિડેન્ટ સાઈડ ખાતે બની ઘટના; બે સંતાનોના પિતા એવા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

રાજકોટ, 21 નવેમ્બર (હિ.સ.) રાજકોટના કાલાવડ રોડ પર કટારીયા ચોકડી પાસે રહેતા અને મિસ્ત્રી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની ભરત કેમસિંગ ચૌહાણે પત્નીના અનૈતિક સંબંધોથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. પત્નીને અન્ય યુવાન સાથે સંબંધ હોવાની જાણ થતા ભરતે તેને વારંવાર સમજાવી હતી, પરંતુ પત્ની ન માનતા આખરે તેણે આ પગલું ભર્યું હતું. હાલ તે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી કટારીયા ચોકડી નજીકની પ્રેસિડેન્ટ સાઈડ ખાતે રહેતા અને કડિયાકામ તથા મિસ્ત્રી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ભરત કેમસિંગ ચૌહાણે બપોરના સમયે પોતાના નિવાસસ્થાને ઝેરી દવા પી લીધી હતી. મૂળ મધ્યપ્રદેશના વતની ભરત ચૌહાણ રોજગારી અર્થે રાજકોટમાં સ્થાયી થયા છે અને તેમને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. ઝેરી દવાની અસર થતા જ પરિવારજનો અને આસપાસના લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભરતને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તબીબો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી છે.

આ ઘટના પાછળના કારણોની તપાસ કરતા સામે આવ્યું છે કે ભરત ચૌહાણની પત્નીને અન્ય કોઈ યુવાન સાથે આડા સંબંધો હતા. આ બાબતની જાણ ભરતને થતા દંપતી વચ્ચે અવારનવાર બોલાચાલી અને ઘરકંકાસ થતો હતો. ભરતે પોતાના બે સંતાનોના ભવિષ્ય અને પરિવારની શાંતિ ખાતર પત્નીને આ સંબંધો તોડી નાખવા માટે ઘણી વખત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પત્નીએ પતિની વાતને અવગણીને અન્ય યુવાન સાથેના સંબંધો ચાલુ રાખ્યા હતા.

વારંવાર સમજાવવા છતાં પત્નીના વર્તનમાં કોઈ સુધારો ન આવતા ભરત માનસિક રીતે ભાંગી પડ્યો હતો અને લાગી આવતા તેણે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા સંબંધિત પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી ભરત ચૌહાણ તથા તેના પરિવારજનોના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande