સિહોર અર્બન વિસ્તારમાં વાહકજન્ય રોગ નિયંત્રણ અને PM-JAY કાર્ડ માટે વિશેષ ડ્રાઈવ યોજાઈ
ભાવનગર, 21 નવેમ્બર (હિ.સ.) : અમરેલીના સિહોર અર્બન વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગોના નિયંત્રણ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ વધુમાં વધુ લોકોને આરોગ્ય સુરક્ષાનો લાભ મળે તે હેતુથી સંયુક્ત ટીમવર્કનું આયોજન કરવામાં આવ્યું હત
સિહોર અર્બન વિસ્તારમાં વાહકજન્ય રોગ નિયંત્રણ અને PM-JAY કાર્ડ માટે વિશેષ ડ્રાઈવ યોજાઈ


ભાવનગર, 21 નવેમ્બર (હિ.સ.) : અમરેલીના સિહોર અર્બન વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગોના નિયંત્રણ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ વધુમાં વધુ લોકોને આરોગ્ય સુરક્ષાનો લાભ મળે તે હેતુથી સંયુક્ત ટીમવર્કનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કામગીરી અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. મચ્છરોના ઉપદ્રવને અટકાવવા અને મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે પાણી ભરાયેલાં સ્થળો, ખુલ્લી ટાંકીઓ, પાત્રો અને અન્ય સંભવિત સ્થળોની તપાસ કરવામાં આવી હતી. સાથે જ પોરાનાશક દવાનો છંટકાવ કરી નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને ઘરની આસપાસ પાણીનો ભરાવો ન થવા દેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત PM-JAY યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ કાઢી આપવાની કામગીરી પણ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નાગરિકોને યોજનાની માહિતી આપી કાર્ડ મેળવવા માટે જરૂરી પ્રક્રિયામાં સહાય કરવામાં આવી હતી.

આ સંયુક્ત કામગીરીનો મુખ્ય હેતુ એક તરફ મચ્છરજન્ય રોગો સામે રક્ષણ પૂરું પાડવાનો અને બીજી તરફ જરૂરિયાતમંદ પરિવારોને આરોગ્યલક્ષી સરકારી યોજનાનો લાભ પહોંચાડવાનો રહ્યો હતો. આરોગ્ય વિભાગના કર્મચારીઓના સંકલિત પ્રયાસોથી શહેરી વિસ્તારમાં આરોગ્ય જાગૃતિ અને જનસેવાની કામગીરીને વેગ મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande