રાજકોટમાં પ્રેમસંબંધ અને નાણાકીય ત્રાસથી કંટાળી આદિપુરના યુવકે આપઘાત કર્યો'તો
રાજકોટ, 21 નવેમ્બર (હિ.સ.) રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર પુનિતનગર સ્થિત ભારતનગર ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નં.120 માં ભાડેથી રહેતા 19 વર્ષીય યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાના મામલે ચિઠ્ઠીના આધારે રાજકોટ તાલુકા પોલીસે ચાર સામે ગુનો નોંધ્યો છે.
ફરિયાદ


રાજકોટ, 21 નવેમ્બર (હિ.સ.) રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર પુનિતનગર સ્થિત ભારતનગર ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નં.120 માં ભાડેથી રહેતા 19 વર્ષીય યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાના મામલે ચિઠ્ઠીના આધારે રાજકોટ તાલુકા પોલીસે ચાર સામે ગુનો નોંધ્યો છે. નાણાકીય લેતીદેતી અને માનસિક ત્રાસથી કંટાળી પગલું ભર્યાના આક્ષેપ સાથે મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા મામલાની તપાસ નાયબ પોલીસ અધિક્ષકને સોંપવામાં આવી છે.

કચ્છના આદિપુર વિસ્તારના સી.ડી.એસ.બી. મકાન નં. 80 , પાંચ વાડી ખાતે રહેતા અને ગેસ રિપેરિંગનું કામ કરતા ફરિયાદી રાજેશ વિરજીભાઈ ગરવા ના જણાવ્યા મુજબ, તેમનો 19 વર્ષીય પુત્ર નયન ધોરણ-10 સુધી આદિપુરમાં અભ્યાસ કર્યા બાદ વર્ષ 2024 માં ગાંધીધામ ખાતે આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતો હતો. તે દરમિયાન તેનો શ્રદ્ધા વાસુદેવ રામાનુજ સાથે સંપર્ક થયો હતો અને એક સમયે આઈ.ટી.આઈ.માંથી પ્રવાસમાં જવાનું કહી નીકળ્યા બાદ સંપર્ક ન થતા આદિપુર પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ કરાવવામાં આવી હતી. ત્યારબાદ બંને પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા અને પરિવારે પુત્રને ઘરે લઈ લીધો હતો તેમજ કુંભારડી ગામ (તા. ભચાઉ) ખાતે છ મહિના માટે અન્યત્ર સગાઈ કરી હતી.

આશરે 14 મહિના પહેલા પુત્ર ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો અને ત્યારબાદ ફોન કરીને રાજકોટ રહેવા જતો રહ્યો હોવાનું જણાવ્યું હતું. પરિવારજનો રાજકોટ આવતા પુત્ર બજારમાં મળતો પરંતુ રહેવાનું સરનામું જણાવતો ન હતો. એકવાર તેણે શ્રદ્ધા રામાનુજ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરતા પરિવારે સંમતિ આપી હતી અને અન્યત્ર કરેલી સગાઈ પણ તોડી નાખી હતી. ઘરેથી ગયા બાદ તે પાંચેક મહિના પહેલા અને ત્યારબાદ બનાવના બે દિવસ પહેલા ઘરે આવ્યો હતો, જ્યાં મકાનનું વાસ્તુ અને ત્યારબાદ લગ્નની વાત કરી રાજકોટ જવા નીકળ્યો હતો.

ગત 4 નવેમ્બરના રોજ સવારે આઠ વાગ્યા પહેલા પુત્રએ રૂમમાં ગળાફાંસો ખાઈ લીધાની જાણ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા થતા પરિવારજનો રાજકોટ સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા અને અંતિમવિધિ માટે મૃતદેહ આદિપુર લઈ ગયા હતા. બાદમાં 13 નવેમ્બરના રોજ નિવેદન માટે આવતા પોલીસ દ્વારા રૂમમાંથી મળેલી ચિઠ્ઠી બતાવવામાં આવી હતી, જેમાં નાણા પરત ન આપી શકવા બાબતે દેવકીબેન વાસુદેવ સાધુ, શ્રદ્ધા વાસુદેવ રામાનુજ, આયુષ વાસુદેવ રામાનુજ ઉર્ફે લાલો અને અવદીપ બસીયા માનસિક ત્રાસ આપતા હોવાનો તેમજ આગલી રાત્રે તબિયત સારી ન હોવા છતાં આયુષ અને અવદીપે માર માર્યાનો ઉલ્લેખ હતો. અંતિમવિધિ પૂર્ણ થયા બાદ 20 નવેમ્બરના રોજ બી.એન.એસ. કલમ ૧૦૮, ૧૧૫(૨), ૩(૫) અને એટ્રોસિટી એક્ટની કલમ ૩(૨)(૫) હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક વિશ્વરાજસિંહ ભુપેન્દ્રસિંહ જાડેજાને સોંપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande