ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27,આજે બેડમિન્ટનની 90 અને ટેબલ ટેનિસની 238 સહિત કુલ 328 મેચો
અમદાવાદ,21 નવેમ્બર (હિ.સ.) અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 19 થી 24 નવેમ્બર, 2026 દરમિયાન ‘૩જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27નું આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટના બીજા દિવસે 20 નવેમ્બર 2026ન
All India Police Badminton Cluster 2026-27, total 328 matches today including 90 badminton and 238 table tennis


All India Police Badminton Cluster 2026-27, total 328 matches today including 90 badminton and 238 table tennis


અમદાવાદ,21 નવેમ્બર (હિ.સ.) અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 19 થી 24 નવેમ્બર, 2026 દરમિયાન ‘૩જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27નું આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટના બીજા દિવસે 20 નવેમ્બર 2026ના રોજ બેડમિન્ટન અને ટેબલ ટેનિસની વિવિધ કેટેગરીમાં રોમાંચક મુકાબલા યોજાયા હતા.

ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમત કૌશલ્યનું પ્રદર્શન કરી વિવિધ સ્પર્ધાઓમાં જીત નોંધાવી હતી. જેમાં બેડમિન્ટનની NGO મેન્સ ડબલ્સ ઓપન કેટેગરીમાં મધ્ય પ્રદેશના અભિષેક પૃથ્વીરાજ ચવાણ અને પુરિઘલ્લા ચરણ દાસની જોડીએ રિષભ સિંહ અને શેખ ઝાકિરની જોડીને 15-7 અને 15-2 ના સ્કોરથી હરાવી વિજય મેળવ્યો હતો.

ટેબલ ટેનિસની NGO 40+ વુમન્સ ડબલ્સ કેટેગરીમાં તેલંગાણાની અકુલા સ્વપ્ના અને કરંગુલા પદ્મેનીની જોડીએ મિઝોરમની સી. લાલરેમરુઆતી અને લાલબિયાકનીની જોડીને 3-0 થી હરાવી જીત નોંધાવી હતી.

GO-NGO મેન્સ ટીમ સ્પર્ધામાં પંજાબની ટીમે તમિલનાડુ સામે 3-1 થી જીત મેળવી હતી. NGO 18+ ઓપન મેન્સ ડબલ્સ કેટેગરીમાં ઉત્તર પ્રદેશના અર્શદ ખાન અને અરવિંદ ચૌધરીની જોડીએ આંધ્ર પ્રદેશના ડી. વાસુ અને એસ. વી. રમનની જોડીને 3-0 થી હરાવી વિજય મેળવ્યો હતો.

NGO 50+ મેન્સ ડબલ્સ કેટેગરીમાં છત્તીસગઢના સદાન મોહન ગર્ગ અને ઉમેશ ચૌધરી, IPSની જોડીને વોકઓવર મળતાં વિજેતા જાહેર કરવામાં આવી હતી.

ટુર્નામેન્ટના ત્રીજા દિવસ આજે 21 નવેમ્બર 2026 દરમિયાન બેડમિન્ટનની 72 અને ટેબલ ટેનિસની 238 સહિત બંને રમતોમાં કુલ 310 મેચોનું આયોજન કરવામાં આવ્યું છે.

બેડમિન્ટનની વ્યક્તિગત સ્પર્ધાઓમાં મેન્સ સિંગલ્સ 35+, 40+, 50+ અને 55+, વુમન્સ સિંગલ્સ 35+, 45+ અને 50+ તથા મેન્સ ડબલ્સ 35+ અને 55+ કેટેગરીની મેચોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ટેબલ ટેનિસની વ્યક્તિગત સ્પર્ધાઓમાં ઓપન મેન્સ સિંગલ્સ 18+, ઓપન વુમન્સ સિંગલ્સ 18+, NGO મેન્સ સિંગલ્સ 40+ અને 50+ NGO વુમન્સ સિંગલ્સ 40+ અને 50+, મેન્સ ડબલ્સ, વુમન્સ ડબલ્સ તથા મિક્સ ડબલ્સની વિવિધ કેટેગરીનો સમાવેશ થાય છે.

આ સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યોની પોલીસ ટીમો તેમજ CRPF, BSF, CISF, ITBP, SSB, Assam Rifles, NSG અને NDRF સહિતના કેન્દ્રીય સુરક્ષા દળોના ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande