નર્મદા જિલ્લામાં વિશ્વ એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહ અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાઈ
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક રાજપીપલા ખાતેથી પ્રસ્થાન કરાયેલી રેલી અર્બન હેલ્થ સેન્ટર, રાજપીપલા ખાતે પૂર્ણાહૂતી. રાજપીપલા, 21 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં 18 થી 24 નવેમ્બર, દરમિયાન વિશ્વ એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR)
Public awareness rally under World Antimicrobial Resistance Awareness Week in Narmada district


- ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક રાજપીપલા ખાતેથી પ્રસ્થાન કરાયેલી રેલી અર્બન હેલ્થ સેન્ટર, રાજપીપલા ખાતે પૂર્ણાહૂતી.

રાજપીપલા, 21 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં 18 થી 24 નવેમ્બર, દરમિયાન વિશ્વ એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) જાગૃતિ સપ્તાહ-2026ની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ સપ્તાહ અંતર્ગત એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ જનજાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન અને 22 થી 24 નવેમ્બર દરમિયાન રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાનના આયોજનના ભાગરૂપે આજરોજ નર્મદા જિલ્લામાં જનજાગૃતિ રેલી યોજાઈ હતી.

જિલ્લા કલેક્ટર ગંગા સિંઘના સહયોગથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનકકુમાર માઢકના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રેલીને ADHO હેતલ ચૌધરી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓએ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક, સ્ટેશન રોડ, રાજપીપલા ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીનું સમાપન અર્બન હેલ્થ સેન્ટર, રાજપીપલા ખાતે કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ, તાલુકાના MPHW, ASHA કાર્યકરો તેમજ MMUના કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. રેલી દરમિયાન સહભાગીઓએ વિવિધ પોસ્ટરો અને બેનરો દ્વારા એન્ટીબાયોટિકના યોગ્ય અને જવાબદારીપૂર્વકના ઉપયોગ અંગે જનજાગૃતિના સંદેશાઓ પાઠવી નાગરિકોને જાગૃત કર્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande