આરટીઓ ભાવનગર ખાતે અરજદારોને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન અપાયું
ભાવનગર, 21 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આવતા અરજદારોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવાના હેતુથી રોડ સેફ્ટી અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કચેરી ખાતે લાઇસન્સ સંબંધિત કામગીરી અને ડ્ર
Rto દ્વારા કરવામાં આવેલ કામગીરી


ભાવનગર, 21 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આવતા અરજદારોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવાના હેતુથી રોડ સેફ્ટી અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કચેરી ખાતે લાઇસન્સ સંબંધિત કામગીરી અને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવેલા મોટરિંગ પબ્લિકને માર્ગ સલામતી અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

સેમિનાર દરમિયાન વાહન ચલાવતી વખતે પાલન કરવાના ટ્રાફિક નિયમો, ટ્રાફિક સિગ્નલનું મહત્વ, હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ, નિયત ગતિમર્યાદામાં વાહન ચલાવવું તેમજ વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા સહિતના સલામતીના નિયમો અંગે સમજ આપવામાં આવી હતી.

આ ઉપરાંત માર્ગ અકસ્માત સમયે ઇજાગ્રસ્ત વ્યક્તિને સમયસર મદદ મળી રહે તે માટેની રહવીર (Raahveer) યોજના તથા અકસ્માતના ભોગ બનેલા લોકોને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી અમલી PM-RAHAT યોજના વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ વાહનચાલકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવા અને માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે જાગૃતિ ફેલાવવાનો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande