ધારપુર મેડિકલ કોલેજમાં એન્ટીબાયોટિકના બિનજરૂરી ઉપયોગ સામે જાગૃતિ રેલી યોજાઈ
પાટણ, 21 નવેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના ધારપુર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં એન્ટીબાયોટિક દવાઓના બિનજરૂરી ઉપયોગ અંગે જાગૃતિ લાવવા 18થી 24 નવેમ્બર દરમિયાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે આજે હોસ્પિટલ પરિસરમાં તબીબો અને વિદ્યાર્થીઓ દ્વારા જા
ધારપુર મેડિકલ કોલેજમાં એન્ટીબાયોટિકના બિનજરૂરી ઉપયોગ સામે જાગૃતિ રેલી યોજાઈ


ધારપુર મેડિકલ કોલેજમાં એન્ટીબાયોટિકના બિનજરૂરી ઉપયોગ સામે જાગૃતિ રેલી યોજાઈ


ધારપુર મેડિકલ કોલેજમાં એન્ટીબાયોટિકના બિનજરૂરી ઉપયોગ સામે જાગૃતિ રેલી યોજાઈ


પાટણ, 21 નવેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના ધારપુર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં એન્ટીબાયોટિક દવાઓના બિનજરૂરી ઉપયોગ અંગે જાગૃતિ લાવવા 18થી 24 નવેમ્બર દરમિયાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે આજે હોસ્પિટલ પરિસરમાં તબીબો અને વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ હતી.

એન્ટીબાયોટિક દવાઓનો બેફામ ઉપયોગ કરવાથી સમય જતાં બેક્ટેરિયા સામે દવાઓની અસરકારકતા ઘટે છે, જેને તબીબી ભાષામાં ‘એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ’ (AMR) કહેવામાં આવે છે. આ સમસ્યાને ‘સાયલન્ટ પેન્ડેમિક’ તરીકે પણ ઓળખવામાં આવે છે. રેલી દરમિયાન લોકોને ડૉક્ટરની સલાહ વિના એન્ટીબાયોટિક ન લેવા અને દવાનો નિર્ધારિત કોર્સ અધૂરો ન છોડવા અપીલ કરવામાં આવી હતી.

આ રેલીમાં મેડિકલ કોલેજના ડીન ડૉ. દીક્ષિત મોઢ, વિવિધ વિભાગોના વડાઓ, આર.એમ.ઓ., તબીબી શિક્ષકો, નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ, મેડિકલ અને નર્સિંગના વિદ્યાર્થીઓ તેમજ હોસ્પિટલનો સ્ટાફ જોડાયો હતો. તેમણે નાગરિકોને એન્ટીબાયોટિક દવાઓનો બિનજરૂરી ઉપયોગ ટાળવા અંગે જાગૃત કર્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande