સૂતા સમયે 15 વર્ષીય કિશોરને સાપે ભર્યો ડંખ, હિંમતથી બચાવ્યો પોતાનો જીવ
સુરત, 21 નવેમ્બર (હિ.સ.): સુરતના સણીયા હેમાદ ગામમાં રાત્રે ઘરમાં સૂઈ રહેલા 15 વર્ષીય આયુષ રાઠોડને સાપે ડંખ મારવાની ઘટના સામે આવી છે. રાત્રે આશરે 12:30 વાગ્યે સાપે આયુષને ડંખ માર્યા બાદ તેને પકડી રાખ્યો હતો. જોકે, કિશોરે ગભરાયા વગર હિંમતપૂર્વક સાપથી
Boy Bitten by Snake


સુરત, 21 નવેમ્બર (હિ.સ.): સુરતના સણીયા હેમાદ ગામમાં રાત્રે ઘરમાં સૂઈ રહેલા 15 વર્ષીય આયુષ રાઠોડને સાપે ડંખ મારવાની ઘટના સામે આવી છે. રાત્રે આશરે 12:30 વાગ્યે સાપે આયુષને ડંખ માર્યા બાદ તેને પકડી રાખ્યો હતો. જોકે, કિશોરે ગભરાયા વગર હિંમતપૂર્વક સાપથી પોતાનો બચાવ કર્યો હતો અને બૂમો પાડીને બાજુના રૂમમાં સૂઈ રહેલા માતા-પિતાને જાણ કરી હતી.

દીકરાની બૂમો સાંભળીને જાગેલા પરિવારજનોએ તાત્કાલિક તેને બારડોલીની હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડ્યો હતો. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તબીબોની દેખરેખ હેઠળ આયુષની સારવાર ચાલી રહી છે અને તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

પરિવારના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા 10થી 15 મહિનાથી આ વિસ્તારમાં દીવાલો અને તાડપત્રીની મદદથી બનાવેલા મકાનમાં રહે છે. ઘરમાં સાપ આ જ માર્ગે પ્રવેશ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ડંખ માર્યા બાદ સાપ ઘરમાં જ ક્યાંક છુપાઈ ગયો હતો અને હજુ સુધી મળી આવ્યો નથી. આ ઘટનાને પગલે પરિવાર દ્વારા ઘરમાં ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande