પોરબંદર જિલ્લામાં 63,287 બાળકોને પોલિયો રસીથી સુરક્ષિત કરાશે
પોરબંદર, 21 નવેમ્બર (હિ.સ.) : આગામી તા. 22 નવેમ્બર 2026, રવિવારના રોજ યોજાનાર સબ-નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે (SNID) અંતર્ગત પોરબંદર જિલ્લામાં 0 થી 5 વર્ષ સુધીનાં અંદાજિત 63,287 બાળકોને પોલિયોના ટીપાં પીવડાવી પોલિયો સામે સુરક્ષિત કરવાનું
પોરબંદર જિલ્લામાં 63,287 બાળકોને પોલિયો રસીથી સુરક્ષિત કરાશે


પોરબંદર, 21 નવેમ્બર (હિ.સ.) : આગામી તા. 22 નવેમ્બર 2026, રવિવારના રોજ યોજાનાર સબ-નેશનલ

ઇમ્યુનાઇઝેશન ડે (SNID) અંતર્ગત પોરબંદર જિલ્લામાં 0 થી 5 વર્ષ સુધીનાં અંદાજિત 63,287 બાળકોને પોલિયોના ટીપાં પીવડાવી

પોલિયો સામે સુરક્ષિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાનના પ્રથમ દિવસે જિલ્લામાં કુલ 389 પોલિયો બુથ કાર્યરત રહેશે. જેમાં 36 મોબાઇલ બુથ અને 23 ટ્રાન્ઝિટ બુથનો પણ સમાવેશ થાય છે.

ત્યારબાદ સોમવાર અને મંગળવારના રોજ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ

મુલાકાત લઈ પ્રથમ દિવસે પોલિયોના ટીપાં પીવાથી બાકી રહી ગયેલાં બાળકોને આવરી

લેવામાં આવશે.

આ સમગ્ર કામગીરી માટે 562 ટીમોની રચના કરવામાં આવી છે, જેમાં અંદાજે 1,200 જેટલા કર્મચારીઓ ફરજ બજાવશે. અને

જિલ્લાના 0 થી

5

વર્ષ સુધીનાં તમામ બાળકોને નજીકના પોલિયો બુથ પર લઈ જઈ પોલિયોના બે ટીપાં અચૂક

પીવડાવવા જિલ્લા આરોગ્ય અધિકારીએ વાલીઓને અપીલ કરી છે.

--------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande