
અમરેલી, 21 નવેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લાના નાગરિકોના પ્રશ્નો, જનહિતના વિવિધ મુદ્દાઓ તેમજ વિકાસલક્ષી બાબતોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી સામે આવતા નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને લોકોની રોજિંદી સમસ્યાઓ, સરકારી યોજનાઓનો લાભ, વહીવટી કામગીરી અને જિલ્લાના વિકાસને લગતા મુદ્દાઓ પર ધ્યાન દોરવામાં આવ્યું હતું.
નાગરિકોને પડતી મુશ્કેલીઓનું સમયમર્યાદામાં યોગ્ય નિરાકરણ આવે તે માટે સંબંધિત અધિકારીઓ સમક્ષ જરૂરી રજૂઆતો કરવામાં આવી હતી. સાથે જ સરકારી વિભાગો વચ્ચે સંકલન વધુ મજબૂત બને અને લોકોનાં કામોમાં વિલંબ ન થાય તે અંગે પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
બેઠકનો મુખ્ય હેતુ જનતાના પ્રશ્નોનું અસરકારક નિરાકરણ લાવવા તેમજ વહીવટી તંત્રની કામગીરી વધુ જવાબદાર અને પારદર્શક બનાવવાનો રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai