નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમના વતન બલોધરની મુલાકાતે: પૂર્વજોના સંસ્મરણો વાગોળ્યા
બનાસકાંઠા/ગાંધીનગર, 21 નવેમ્બર (હિ.સ.) : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે બનાસકાંઠા જિલ્લામાં આવેલા પોતાના વતન બાલોદર ગામની મુલાકાત લીધી હતી. પદના પ્રોટોકોલથી પર રહીને એક પુત્ર અને ગામના દીકરા તરીકે વતનની ધરા પર પગ મૂકતાં જ સમગ્ર ગામમાં ઉત્સાહ અને
બનાસકાંઠા ખાતે હર્ષ સંઘવી


બનાસકાંઠા


બનાસકાંઠા/ગાંધીનગર, 21 નવેમ્બર (હિ.સ.) : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે બનાસકાંઠા જિલ્લામાં આવેલા પોતાના વતન બાલોદર ગામની મુલાકાત લીધી હતી. પદના પ્રોટોકોલથી પર રહીને એક પુત્ર અને ગામના દીકરા તરીકે વતનની ધરા પર પગ મૂકતાં જ સમગ્ર ગામમાં ઉત્સાહ અને લાગણીસભર માહોલ છવાઈ ગયો હતો. વતનની ધરતીની મુલાકાતે પહોંચેલા નાયબ મુખ્યમંત્રીનું ગ્રામજનો દ્વારા ઉષ્માભર્યું અને પારંપરિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના પારિવારિક ઐતિહાસિક સંસ્મરણોને તાજા કર્યા હતા. જ્યાં તેમના દાદા-દાદી અને પિતાનું બાળપણ વીત્યું હતું તેવા પોતાના જૂના પૈતૃક ઘરની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેમણે ગામના વિવિધ વિસ્તારોમાં ફરીને જૂના સાથીઓ અને જૂના સ્મૃતિ સ્થળોની મુલાકાત લીધી હતી.

આ અવસરે તેમણે ભીલડી, બલોધર, કાંકર અને રાધનપુરના સરપંચઓ, પૂર્વ સરપંચઓ સહિત સ્થાનિક અગ્રણીઓ અને વડીલો સાથે વિશેષ બેઠક કરી હતી. કોઈ પણ જાતના ઔપચારિક અંતર વગર ગામના ચોરે બેસીને તેમણે ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. ગ્રામીણ જીવન, વિસ્તારના વિકાસ કાર્યો તેમજ લોકોની સુખાકારી અંગે સહજ ભાવે ચર્ચા કરી તેમણે વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા.

જે મંદિર પરિસરમાં તેમના પિતાની વર્ષો જૂની બેઠક રહેતી હતી અને જ્યાં તેઓ ઈશ્વરભક્તિમાં લીન થતા, તે પવિત્ર મંદિરનો જીર્ણોદ્ધાર પૂર્ણ થતાં નાયબ મુખ્યમંત્રીએ આ સુંદર મંદિર સમસ્ત ગ્રામજનોને અર્પણ કર્યું હતું. પિતાશ્રીની પાવન સ્મૃતિ સમાન આ મંદિરને ગામના ભક્તિભાવ અને વિકાસના પ્રતીક તરીકે સમર્પિત કરતાં સમગ્ર બલોધર ગામમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande