જીવનદીપ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ માટે ફાયર ડેમો યોજાયો
ભાવનગર, 21 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા શહેરમાં આગની દુર્ઘટનાઓ અટકાવવા અને નાગરિકોમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ સ્થળોએ ફાયર ડેમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે યુનિવર્સિટી
ફાયર સેફ્ટી અંગે તાલીમ આપવામાં આવી


ભાવનગર, 21 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા શહેરમાં આગની દુર્ઘટનાઓ અટકાવવા અને નાગરિકોમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ સ્થળોએ ફાયર ડેમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે યુનિવર્સિટી ગેઇટ સામે આવેલી જીવનદીપ હોસ્પિટલ ખાતે ફાયર સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં હોસ્પિટલના સ્ટાફને આગ લાગવાની પરિસ્થિતિમાં કેવી રીતે સાવચેતી રાખવી, દર્દીઓ અને અન્ય લોકોને સુરક્ષિત સ્થળે કેવી રીતે ખસેડવા તેમજ ઇમરજન્સી સમયે તાત્કાલિક કયા પગલાં લેવા તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે ઉપયોગમાં લેવાતા ફાયર એક્સ્ટિંગ્વિશર સહિતનાં સાધનોના યોગ્ય ઉપયોગનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આગના વિવિધ પ્રકારો અને તે મુજબ આગ બુઝાવવાની પદ્ધતિઓ વિશે પણ સમજ આપવામાં આવી હતી.

હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળોએ આગની ઘટના બને ત્યારે દર્દીઓની સુરક્ષા સૌથી મહત્ત્વની હોવાથી સ્ટાફને ઇમરજન્સી વ્યવસ્થાપન, સલામતીના નિયમો અને બચાવ કામગીરી અંગે જરૂરી જાણકારી આપવામાં આવી હતી. આવા કાર્યક્રમોથી હોસ્પિટલના કર્મચારીઓમાં આપત્તિ સમયે સજ્જતા વધશે અને જાનમાલનું નુકસાન અટકાવવામાં મદદ મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande