જામનગરમાંથી 15.41 લાખના શંકાસ્પદ પાન મસાલા, તમાકુ અને સિગારેટના જથ્થા સાથે 4 શખ્સ ઝડપાયા
જામનગર, 21 નવેમ્બર (હિ.સ.) જામનગરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોલીબંગલા પાસે કેશવ ટ્રાવેલ્સની ઓફિસ નજીકથી રાજકોટ રેન્જ ટીમે ચોરાઉ કે શંકાસ્પદ પાન મસાલા, તમાકુ અને સિગારેટના જથ્થા સાથે 4 શખ્સને ઝડપી લીધા છે. બિલ કે આધાર પુરાવા વગરનો કુલ
નકલી પાન મસાલા અને તમાકુ


જામનગર, 21 નવેમ્બર (હિ.સ.) જામનગરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોલીબંગલા પાસે કેશવ ટ્રાવેલ્સની ઓફિસ નજીકથી રાજકોટ રેન્જ ટીમે ચોરાઉ કે શંકાસ્પદ પાન મસાલા, તમાકુ અને સિગારેટના જથ્થા સાથે 4 શખ્સને ઝડપી લીધા છે. બિલ કે આધાર પુરાવા વગરનો કુલ રૂ. 15,41,400 નો મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જિલ્લાઓમાં બિલ કે આધાર પુરાવા વગર પાન મસાલા, તમાકુ અને સિગારેટનો જથ્થો ગેરકાયદે રીતે મેળવી વેચાણ કરતી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહીની સૂચના હેઠળ પો.સબ.ઇન્સ. પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, એસ.પી. ગોહિલ, એ.વાય. ઉધાસ અને સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સથી માહિતી મેળવી તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો.

આ દરમિયાન પો.સબ.ઇન્સ. એસ.પી. ગોહિલ, એ.વાય. ઉધાસ તથા સ્ટાફના ને મળેલી ચોક્કસ હકીકતના આધારે જામનગર જિલ્લાના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોલીબંગલા પાસે આવેલી કેશવ ટ્રાવેલ્સની ઓફિસ પાસેથી ચોરાઉ કે શંકાસ્પદ પાન મસાલા અને સિગારેટના જથ્થા સાથે કુલ 4 શખ્સ મળી આવ્યા હતા.

તપાસ દરમિયાન આમદ ગનીભાઇ મેમણ (રહે. બીબોડી ફળી, લીંડીબજાર, જામનગર) પાસેથી સિગ્નેચર પાન મસાલાના 1070 પેકેટ (કિંમત રૂ. 2,14000 ), ફોર સ્ક્વેર સિગારેટના 118 પેકેટ (કિંમત રૂ. 2,12,400 ), બાગબાન 138 તમાકુના 60 પાઉચ (કિંમત રૂ. 1,44,000 ) અને બાગબાન 138 તમાકુના ટીનના 15 ડબ્બા (કિંમત રૂ. 51000 ) મળી આવ્યા હતા.

આ ઉપરાંત કાદર ગનીભાઇ ફુલવાડી (રહે. બીબોડી ફળી, લીંડીબજાર, જામનગર) પાસેથી બાગબાન ૧૩૮ તમાકુના ૨૦ પાઉચ (કિંમત રૂ. ૪૮,૦૦૦), બાગબાન ૧૩૮ તમાકુના ટીનના ૪૦ ડબ્બા (કિંમત રૂ. ૧,૩૬,૦૦૦), વિમલ પાન મસાલાના નાના ૧૪૫૬ પાઉચ (કિંમત રૂ. ૧,૪૫,૬૦૦) અને મોટા ૨૪૦ પાઉચ (કિંમત રૂ. ૩૬,૦૦૦) મળી આવ્યા હતા, જ્યારે મુકેશ પ્રભુલાલ જેસાણી (રહે. મયુરગ્રીન શેરી નં. ૪, જામનગર) પાસેથી બાગબાન ૧૩૮ તમાકુના ૮૦ પાઉચ (કિંમત રૂ. ૧,૯૨,૦૦૦) અને ટીનના ૬૦ ડબ્બા (કિંમત રૂ. ૨,૦૪,૦૦૦) મળી આવ્યા હતા.

ચોથા શખ્સ દિપક રમણીકભાઇ સોનછાત્રા (રહે. પટેલકોલોની, રોયલ હાઇટ્સ બ્લોક નં. ૩૦૨, જામનગર) પાસેથી બાગબાન ૧૩૮ તમાકુના ૪૦ પાઉચ (કિંમત રૂ. ૯૬,૦૦૦) અને વિમલ પાન મસાલાના નાના ૬૨૪ પાઉચ (કિંમત રૂ. ૬૨,૪૦૦) મળી આવ્યા હતા. આ તમામ શખ્સ પાસે આધાર પુરાવા કે બિલ રજૂ કરવાનું કહેતા કોઈ સંતોષકારક ખુલાસો કરી શક્યા નહોતા, જેથી કુલ રૂ.૧૫,૪૧,૪૦૦નો મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે કબજે કરી જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande