કલેક્ટરના અધ્યક્ષસ્થાને ‘સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાઈ
નાગરિકલક્ષી સમસ્યાઓનો ત્વરિત ઉકેલ થાય એ દિશામાં પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી ગીર સોમનાથ, 21 નવેમ્બર (હિ.સ.) : નાગરિકલક્ષી સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવાના હેતુસર કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ‘સંકલન સહ
સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાઈ


- નાગરિકલક્ષી સમસ્યાઓનો ત્વરિત ઉકેલ થાય એ દિશામાં પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી

ગીર સોમનાથ, 21 નવેમ્બર (હિ.સ.) : નાગરિકલક્ષી સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવાના હેતુસર કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ‘સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાઈ હતી.

સંકલન સમિતીની બેઠકમાં કલેક્ટરએ પાણી પુરવઠાના પેન્ડિંગ કામો, જિલ્લામાંથી ક્ષયરોગ નાબૂદીના અભિયાનો સહિત જનહિતલક્ષી સમસ્યાઓના નિવારણ માટે સમીક્ષા હાથ ધરી હતી.

કલેક્ટરએ આઈ.ટી.આઈ અંતર્ગત સ્કિલ ડેવલપમેન્ટ, તાલીમાર્થીઓની સંખ્યા વધારવા અને 'જળ સંચય જન ભાગીદારી' અંતર્ગત કામને ગંભીરતાથી લેવા અને આ યોજના હેઠળ જનભાગીદારી સાથે જળ સંચયના કામો આવરી લેવા સૂચના આપી હતી.

નિવાસી અધિક કલેક્ટરએ 'અટલ સ્વાન્તઃ સુખાય' યોજના માટેની પુરસ્કાર આપવાની યોજના વિશે ઉપસ્થિત સર્વેને માહિતગાર કર્યા હતાં.

વધુમાં તેમણે નાગરિકોની પડતર અરજીઓ, નિવૃત સરકારી કર્મચારીઓના પેન્શન કેસ, આગામી ૨૪ માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્શન કેસ તૈયાર કરવા, નવા કર્મચારીઓના પગાર ફિક્સેશન, સરકારી લેણાંની વસૂલાત સહિત ત્રણ મહિનાથી વધુ પડતર અરજીઓનો સત્વરે નિકાલ થાય એ દિશામાં કામગીરી કરવા સૂચન કર્યા હતાં.

જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરે પશુ રસીકરણના કેમ્પનું આયોજન કરવા અને જિલ્લા પંચાયત અંતર્ગત આવતા તમામ વિભાગોને સંકલન સાથે કામ કરવા જણાવ્યું હતું.

ફરિયાદ સમિતીની બેઠકમાં 'સ્વામિત્વ યોજના' અન્વયે ગામતળમાં રહેણાંક હેતુ માટે ૨ નંબરની જગ્યાએ ડિજિટલ પ્રોપર્ટી કાર્ડની જોગવાઈ, આલીદ્રા ગામના નવા-જૂના સર્વે નંબર બાબત સહિતના પ્રશ્નો રજૂ થયાં હતાં.

કલેક્ટરએ જનપ્રતિનિધિઓના પ્રશ્નોને ધ્યાનમાં લઈ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને ત્વરિત ઉકેલ માટે માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા, પ્રાંત અધિકારી સર્વ અજય શામળા, જે.વી.કાકડિયા સહિત માર્ગ અને મકાન વિભાગ પંચાયત અને રાજ્ય, આરોગ્ય, શિક્ષણ, ખેતીવાડી સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande