
ગીર સોમનાથ, 21 નવેમ્બર (હિ.સ.) : વેરાવળમાં તા. 21 મી એ શનિવારે સંત શિરોમણી સ્વામી લીલાશાહ મહારાજની 53મી પુણ્યતિથીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ તકે વહેલી સવારે 5:30 કલાકે લીલાશાહ સોસાયટી ખાતે થી હુડકો સોસાયટી લીલાશાહ કુટિયા સુધી પ્રભાત ફેરી નીકળી હતી. ત્યારબાદ આરતી, સત્સંગ અને પ્રસાદીનો કાર્યક્રમ તેમજ 10 કલાકે હવન અને સમૂહ જનોઈના કાર્યક્રમો યોજાયા હતા. સાંજે 6 કલાકે સરસ્વતી સન્માન સમારોહ ત્યારબાદ સત્સંગ, મહાઆરતી અને 8 કલાકે લંગર પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો હાજર રહ્યા હતા. પુણ્યતિથિ નિમિત્તે ધોરણ 9 થી 12નો અભ્યાસ પૂર્ણ કરનાર, ગ્રેજ્યુએટ, માસ્ટર ડિગ્રી, સીએ અને ડોક્ટરની પદવી પ્રાપ્ત કરનાર તેમજ અન્ય ક્ષેત્રોમાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સ્વામી લીલાશાહ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ