વાગડોદ ITIમાં પદવીદાન સમારોહ યોજાયો, તાલીમાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર અપાયાં
પાટણ, 21 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગડોદ ગામે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે તાલીમ પૂર્ણ કરી પાસ થયેલા તાલીમાર્થીઓ માટે પદવીદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્સાહભેર યોજાયેલા કાર્યક્રમમાં સફળ તા
વાગડોદ ITIમાં પદવીદાન સમારોહ યોજાયો, તાલીમાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર અપાયાં


પાટણ, 21 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગડોદ ગામે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે તાલીમ પૂર્ણ કરી પાસ થયેલા તાલીમાર્થીઓ માટે પદવીદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્સાહભેર યોજાયેલા કાર્યક્રમમાં સફળ તાલીમાર્થીઓને મેડલ અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં સર્જન ઇન્ડસ્ટ્રીના ચેરમેન, વાગડોદ ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ, સરસ્વતી તાલુકા પંચાયતના સભ્ય તેમજ ITI વાગડોદના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે તાલીમાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને ગૌરવની લાગણી જોવા મળી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ તાલીમાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. સાથે જ વર્તમાન ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉપલબ્ધ રોજગારની તકો, કૌશલ્ય વિકાસ અને કારકિર્દી ઘડતર અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તાલીમાર્થીઓને મેળવેલા કૌશલ્યનો ઉપયોગ કરી આત્મનિર્ભર બનવા તથા રોજગાર ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande