હર્ષ સંઘવીએ પરિવાર સાથે રાધનપુરમાં આચાર્ય અભયસૂરિજી મહારાજનાં દર્શન કરી આશીર્વાદ લીધા
પાટણ, 21 નવેમ્બર (હિ.સ.) ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પરિવાર સાથે પાટણ જિલ્લાના રાધનપુરની મુલાકાતે પહોંચ્યા હતા. ચાતુર્માસ દરમિયાન તેમણે ગચ્છાધિપતિ આચાર્ય અભયસૂરિજી મહારાજનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ ધાર્મિક મુલાકાત દ
હર્ષ સંઘવીએ પરિવાર સાથે રાધનપુરમાં આચાર્ય અભયસૂરિજી મહારાજનાં દર્શન કરી આશીર્વાદ લીધા


પાટણ, 21 નવેમ્બર (હિ.સ.) ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પરિવાર સાથે પાટણ જિલ્લાના રાધનપુરની મુલાકાતે પહોંચ્યા હતા. ચાતુર્માસ દરમિયાન તેમણે ગચ્છાધિપતિ આચાર્ય અભયસૂરિજી મહારાજનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ ધાર્મિક મુલાકાત દરમિયાન તેમણે મહારાજ સાથે મુલાકાત કરી ધાર્મિક વાતાવરણમાં સમય વિતાવ્યો હતો.

આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, નગરપાલિકા પ્રમુખ ભાવના વિક્રમભાઈ જોશી અને નવીન મહેતા સહિત રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો, નગરસેવકો, સાહિત્ય જગતના મહાનુભાવો તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના નગરજનોએ પણ ઉપસ્થિત રહી હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું હતું.

હર્ષ સંઘવીના રાધનપુર આગમનને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. રાધનપુરના ડીવાયએસપી કૃણાલસિંહ પરમાર અને પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી. વાધિયાની દેખરેખ હેઠળ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ બંદોબસ્ત સંભાળ્યો હતો. સમગ્ર મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande