સગર્ભા માતાઓની આરોગ્ય તપાસ સાથે લેબોરેટરી ટેસ્ટની સેવાઓ અપાઈ
ભાવનગર, 21 નવેમ્બર (હિ.સ.) : સિહોર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોનગઢ અને મઢડા ખાતે સગર્ભા માતાઓના સ્વાસ્થ્યની ચકાસણી અને સુરક્ષિત માતૃત્વના હેતુથી પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત વિશેષ આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ
આરોગ્ય ની તપાસ કરવામાં આવી


ભાવનગર, 21 નવેમ્બર (હિ.સ.) : સિહોર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોનગઢ અને મઢડા ખાતે સગર્ભા માતાઓના સ્વાસ્થ્યની ચકાસણી અને સુરક્ષિત માતૃત્વના હેતુથી પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત વિશેષ આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ગાયનેકોલોજિસ્ટ તબીબો તેમજ મેડિકલ ઓફિસરો દ્વારા સગર્ભા માતાઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન સગર્ભા મહિલાઓના સ્વાસ્થ્યની સ્થિતિ, ગર્ભાવસ્થાને લગતી તકલીફો અને માતા તથા બાળકના આરોગ્યને ધ્યાનમાં રાખીને જરૂરી તબીબી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કેમ્પ દરમિયાન સગર્ભા માતાઓને જરૂરી લેબોરેટરી ટેસ્ટની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી. વિવિધ તપાસ દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન ઉદ્ભવી શકે તેવી આરોગ્ય સંબંધિત સમસ્યાઓની સમયસર ઓળખ થાય અને જરૂરિયાત મુજબ સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સગર્ભાવસ્થા દરમિયાન નિયમિત આરોગ્ય તપાસ, પોષણયુક્ત આહાર, જરૂરી દવાઓ અને તબીબી સલાહનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ખાસ કરીને માતા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેમજ પ્રસૂતિ દરમિયાન કોઈ જટિલતા ઊભી ન થાય તે માટે સમયાંતરે તપાસ કરાવવાની સલાહ આપવામાં આવી હતી.

આ કેમ્પના આયોજનથી સગર્ભા માતાઓને નિષ્ણાત તબીબોની સેવાઓ સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ બની હતી. માતા અને બાળમૃત્યુદર ઘટાડવા તેમજ સુરક્ષિત માતૃત્વને પ્રોત્સાહન આપવાના હેતુથી આરોગ્ય વિભાગ દ્વારા આવી કામગીરી કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande