આદિપુરમાં મોબાઈલ સ્નેચિંગનો ભેદ ઉકેલાયો: બાઈક સાથે આરોપી ઝડપાયો, રૂ. 77,500નો મુદ્દામાલ જપ્ત
ડી.એ.વી. સ્કૂલ નજીકથી સ્નેચિંગમાં ગયેલો મોબાઈલ સહિત ત્રણ ફોન અને બાઈક કબજે; આદિપુર પોલીસની સતર્કતાથી વણઉકેલાયેલો ગુનો ડિટેક્ટ થયો. કચ્છ, 21 નવેમ્બર (હિ.સ.) : પૂર્વ કચ્છમાં મિલકત સંબંધી ગુનાઓ પર અંકુશ લાવવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહેલી કામગ
મોબાઈલ સ્નેચિંગ કેસનો આરોપી


- ડી.એ.વી. સ્કૂલ નજીકથી સ્નેચિંગમાં ગયેલો મોબાઈલ સહિત ત્રણ ફોન અને બાઈક કબજે; આદિપુર પોલીસની સતર્કતાથી વણઉકેલાયેલો ગુનો ડિટેક્ટ થયો.

કચ્છ, 21 નવેમ્બર (હિ.સ.) : પૂર્વ કચ્છમાં મિલકત સંબંધી ગુનાઓ પર અંકુશ લાવવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહેલી કામગીરી વચ્ચે આદિપુર પોલીસને મોબાઈલ સ્નેચિંગના એક વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસની સતર્કતા અને બાતમીદારોના નેટવર્કના આધારે મોબાઈલ ઝૂંટવી જવાની ઘટનામાં સંડોવાયેલા એક યુવકને ચોરીના મોબાઈલ ફોન અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલા મોટરસાયકલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 77,500ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

મળતી વિગતો મુજબ, આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા મોબાઈલ સ્નેચિંગના ગુનાની તપાસ દરમિયાન આરોપીને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી માટે બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સૂચનાઓના અનુસંધાને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અને આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. કરંગીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે આદિપુરની ડી.એ.વી. સ્કૂલ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. અહીંથી શંકાસ્પદ બાઈકચાલકને અટકાવી તપાસ કરતાં મોબાઈલ સ્નેચિંગના ગુનામાં સંડોવણી સામે આવી હતી. પોલીસે રાજેશ આત્મારામ ખોખર (ઉંમર 27 વર્ષ, રહે. ભક્તિનગર-2, મેઘપર કુંભારડી, તા. અંજાર)ને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી સ્નેચિંગમાં ગયેલો વીવો કંપનીનો વાય-16 મોડલનો મોબાઈલ ફોન, અન્ય એક વીવો એસ-2 એફઈ અને ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન મળી કુલ ત્રણ મોબાઈલ કબજે કર્યા હતા. આ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બજાજ એન.એસ. મોટરસાયકલ નંબર GJ-12-EN-6822 પણ જપ્ત કરવામાં આવી છે.

કબજે કરાયેલા ત્રણ મોબાઈલની કિંમત રૂ. 27,500 અને મોટરસાયકલની કિંમત રૂ. 50 હજાર મળી કુલ રૂ. 77,500નો મુદ્દામાલ પોલીસે હસ્તગત કર્યો છે. આ મામલે આદિપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા કબજે કરાયેલા અન્ય મોબાઈલ ફોન અંગે પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ સફળ કામગીરીથી આદિપુર પોલીસની મિલકત સંબંધી ગુનાઓ શોધવાની કામગીરીને મહત્વપૂર્ણ સફળતા મળી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande