રાપર નજીકના આડેસરમાં સરકારી જમીન પર પોલીસ-વહીવટી તંત્રનું બુલડોઝર, હોટલ સહિત 6 દુકાનોના દબાણો દૂર કરાયાં
નેશનલ હાઇવે-27ના સર્વિસ રોડ અને રેલવે સ્ટેશન માર્ગ પર સંયુક્ત ડિમોલેશન કાર્યવાહી; 550 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાઈ, રૂ. 7.20 લાખની મિલકત દૂર કરાઈ. કચ્છ, 21 નવેમ્બર (હિ.સ.) : કચ્છમાં સરકારી જમીનો પર થયેલાં ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત
દબાણ હટાવ ઝુંબેશ


દબાણ હટાવ ઝુંબેશ


દબાણ હટાવ ઝુંબેશ


- નેશનલ હાઇવે-27ના સર્વિસ રોડ અને રેલવે સ્ટેશન માર્ગ પર સંયુક્ત ડિમોલેશન કાર્યવાહી; 550 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાઈ, રૂ. 7.20 લાખની મિલકત દૂર કરાઈ.

કચ્છ, 21 નવેમ્બર (હિ.સ.) : કચ્છમાં સરકારી જમીનો પર થયેલાં ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત રાપર તાલુકાના આડેસર ગામે પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરી સરકારી જમીન પર ઊભાં કરવામાં આવેલાં કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહીમાં એક હોટલ સહિત છ દુકાનોને તોડી પાડવામાં આવતાં સરકારી જમીન પરના કુલ 550 ચોરસ મીટર વિસ્તારને દબાણમુક્ત કરવામાં આવ્યો હતો.

પ્રથમ કાર્યવાહી આડેસર ગામમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર-27ના સર્વિસ રોડની બાજુમાં કરવામાં આવી હતી. અહીં સર્વે નંબર 771 પૈકીની સરકારી જમીન પર અનવર અયુબભાઈ હિંગોરજા દ્વારા બનાવવામાં આવેલી અમદાવાદી તવા ફ્રાય હોટલનું ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. આશરે 250 ચોરસ મીટર એટલે કે 2,691 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા આ દબાણની અંદાજિત કિંમત રૂ. 3.20 લાખ હોવાનું જણાવાયું છે.

ત્યારબાદ આડેસર રેલવે સ્ટેશન તરફ જતા માર્ગ પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં અનવરઅલી અશગરઅલી સૈયદ દ્વારા સરકારી જમીન પર બનાવવામાં આવેલી છ જેટલી દુકાનોનું દબાણ દૂર કરાયું હતું. આશરે 300 ચોરસ મીટર એટલે કે 3,229 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલાં આ બાંધકામોની અંદાજિત કિંમત રૂ. 4 લાખ આંકવામાં આવી છે.

આમ, એક જ દિવસમાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં કુલ 550 ચોરસ મીટર (5,920 ચોરસ ફૂટ) સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી. બંને સ્થળે દૂર કરાયેલાં બાંધકામોની અંદાજિત કિંમત રૂ. 7.20 લાખ થાય છે.

આ સંયુક્ત કામગીરીમાં આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગર, ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.એ. સોલંકી, રાપરના નાયબ મામલતદાર યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા, કચ્છ જિલ્લા વહીવટી તંત્ર તેમજ પૂર્વ કચ્છ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. સરકારી જમીનો પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની આ કામગીરીથી આડેસર પંથકમાં દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande