ગુજરાતમાં ગુલાબી ઠંડીનો ચમકારો,તાપમાન સામાન્ય કરતાં 4-5° નીચું
રાજ્યમાં અમરેલી 11.4 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર અમદાવાદ,21 નવેમ્બર (હિ.સ.) હાલમાં ગુજરાત તરફ નીચલા સ્તરે ઉત્તર-પૂર્વ દિશામાંથી સૂકા અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનો પોતાની સાથે ઠંડક લાવી રહ્યા હોવાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટ્યુ
Pink cold snap in Gujarat, temperature 4-5° below normal


- રાજ્યમાં અમરેલી 11.4 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર

અમદાવાદ,21 નવેમ્બર (હિ.સ.) હાલમાં ગુજરાત તરફ નીચલા સ્તરે ઉત્તર-પૂર્વ દિશામાંથી સૂકા અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનો પોતાની સાથે ઠંડક લાવી રહ્યા હોવાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટ્યું છે સાંજે ભેજ માત્ર 28 ટકા રહ્યો હતો અને તાપમાન નીચું આવ્યું છે.

ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો ફૂંકાવાના કારણે છેલ્લા બે દિવસથી શિયાળાની ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી સુધી નીચું ગગડ્યું છે. સમગ્ર રાજ્યમાં અમરેલી 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડું શહેર નોંધાયું છે, જ્યાં પારો સામાન્ય કરતાં 5 ડિગ્રી નીચો રહ્યો છે. ત્યારબાદ કચ્છના નલિયામાં 11.8 ડિગ્રી જે સામાન્ય કરતાં 3.6 ડિગ્રી નીચું અને પાટનગર ગાંધીનગરમાં 12 તાપમાન નોંધાતા વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

સૌરાષ્ટ્ર અને મધ્ય-દક્ષિણ ગુજરાતના અન્ય શહેરોમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. રાજકોટમાં 13.2 ડિગ્રી જે સામાન્ય કરતાં 4.7 ડિગ્રી નીચું, વડોદરામાં 13.4 ડિગ્રી જે સામાન્ય કરતાં 4.3 ડિગ્રી નીચું અને પોરબંદરમાં 14 ડિગ્રી સામાન્ય કરતાં 5 ડિગ્રી નીચું લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત અમદાવાદમાં 16 ડિગ્રી અને સુરતમાં 16.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેતા શહેરીજનો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

ગુજરાતના પાસેના પ્રવાશન સ્થળ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં આજે લઘુત્તમ તાપમાન હિમબિંદુ એટલે કે શૂન્ય ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. આ કારણે આજે ઠંડીમાં વધારો થયો છે. ઠંડી હવાના કારણે સવાર-સાંજ ઠંડીમાં વધારો થયો છે. લોકો હવે ઘરની બહાર ગરમ કપડાં પહેરીને નીકળવા લાગ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી આકાશ સ્વચ્છ રહેવા અને આવી જ ઠંડી રહેવાની આગાહી કરી છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. લઘુત્તમ તાપમાનની આગાહી મુજબ, આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ સમગ્ર પ્રદેશમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ વધારો થવાની શક્યતા છે. અમદાવાદ શહેર માટે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની શક્યતા છે અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેવાની સંભાવના છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande