ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગાંધીનગર ખાતે પાંચમો ‘કૌશલ્ય દીક્ષાંત સમારોહ’ ભવ્ય રીતે યોજાયો
ગાંધીનગર, 21 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ ખાતા દ્વારા સંચાલિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગાંધીનગર ખાતે પાંચમા ‘કૌશલ્ય દીક્ષાંત સમારોહ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા યુવાનોને વ્યવસાયલક્ષી શિક્ષણ અને આધુનિક કૌશલ્ય
કૌશલ્ય દીક્ષાંત સમારોહ


કૌશલ્ય દીક્ષાંત સમારોહ


ગાંધીનગર, 21 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ ખાતા દ્વારા સંચાલિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગાંધીનગર ખાતે પાંચમા ‘કૌશલ્ય દીક્ષાંત સમારોહ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા યુવાનોને વ્યવસાયલક્ષી શિક્ષણ અને આધુનિક કૌશલ્ય પ્રદાન કરી તેમને આત્મનિર્ભર તેમજ સ્વાવલંબી બનાવવાની દિશામાં સતત કાર્ય કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૬માં આઈ.ટી.આઈ. ગાંધીનગરના કુલ ૭૧૧ તાલીમાર્થીઓ ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામ સાથે ઉત્તીર્ણ થયા છે.

સમારોહમાં વિવિધ ટ્રેડમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થનાર કુલ ૬૪ તેજસ્વી તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તેમજ પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શ્રીજી મેડિકલ ઇક્વિપમેન્ટ પ્રા. લિના એમ.ડી. તેજસ પટેલે આજના ઔદ્યોગિક યુગમાં કૌશલ્ય વિકાસનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થીઓને વ્યવસાયલક્ષી તાલીમ પૂર્ણ કર્યા બાદ મળનારા વિવિધ લાભો જેવા કે કેમ્પસ પ્લેસમેન્ટ, એપ્રેન્ટીસશીપ યોજના, રોજગાર ભરતી મેળા તેમજ ધોરણ ૧૦/૧૨ સમકક્ષ પ્રમાણપત્ર અને ડિપ્લોમા કે ડિગ્રી જેવા ઉચ્ચ અભ્યાસની તકો વિશે વિસ્તૃત અને ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સંસ્થાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ માનસીબેન તેરૈયાના નેતૃત્વ હેઠળ પ્રિન્સિપાલ બેલાબેન પંચાલ અને તેમની કોર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ અને સ્ટાફ પરિવારની ઉપસ્થિતિમાં આ દીક્ષાંત સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande