રાજકોટ શહેરમાં હિટ એન્ડ રનની બે અલગ ઘટના: કાર અને ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઈ
નાના મૌવા મેઈન રોડ પર કારની ટક્કરે યુવાનને ફ્રેક્ચર, જ્યારે રાજકોટ-ભાવનગર હાઈવે પર ટ્રકની અડફેટે પ્રૌઢ ગંભીર રીતે ઈજાગ્રસ્ત રાજકોટ, 21 નવેમ્બર (હિ.સ.) રાજકોટ શહેરમાં અકસ્માત કરી નાસી છૂટવાની બે અલગ-અલગ ઘટનાઓમાં માલવીયાનગર અને આજીડેમ પોલીસ સ્ટેશ
ફરિયાદ


- નાના મૌવા મેઈન રોડ પર કારની ટક્કરે યુવાનને ફ્રેક્ચર, જ્યારે રાજકોટ-ભાવનગર હાઈવે પર ટ્રકની અડફેટે પ્રૌઢ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

રાજકોટ, 21 નવેમ્બર (હિ.સ.) રાજકોટ શહેરમાં અકસ્માત કરી નાસી છૂટવાની બે અલગ-અલગ ઘટનાઓમાં માલવીયાનગર અને આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. પ્રથમ બનાવમાં ફરિયાદી યશ અશ્વીનભાઈ કુવારદા (રહે. નાના મૌવા આર.એમ.સી. ક્વાર્ટર, બ્લોક નં. ૦૭, ક્વાર્ટર નં. 571 , રાજકોટ) અને બીજા બનાવમાં ફરિયાદી મનીષ બાવાલાલ ઘાડીયા (રહે. ખોખડદડ ગામ, તા. જિ. રાજકોટ)એ વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પ્રથમ ઘટના અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદી યશ અશ્વીનભાઈ કુવારદા 9 નવેમ્બર ના રોજ રાત્રે આશરે દોઢ વાગ્યે મિત્ર રવિ રમેશભાઈ ચૌહાણ સાથે સ્પ્લેન્ડર મોટરસાઈકલ પર રામનાથપરા સ્મશાન મેલડી માતાના દર્શન કરી લક્ષ્મીનગર નાળા તરફથી નાના મૌવા સર્કલ તરફ જઈ રહ્યા હતા. રાજનગર ચોક સર્કલ પાસે પહોંચતા નાના મૌવા સર્કલ તરફથી આવતી વલ્ટુસ કાર ના ચાલકે અચાનક યુ-ટર્ન લઈ મોટરસાઈકલને ટક્કર મારી હતી. અકસ્માતમાં બંને નીચે પટકાતા યશને કપાળ, શરીર અને જમણા પગના ઘૂંટણ નીચે ફ્રેક્ચર થયું હતું, જ્યારે રવિને સામાન્ય ઈજા પહોંચી હતી.

અકસ્માત બાદ કાર ચાલક વાહન લઈને નાસી છૂટ્યો હતો, પરંતુ ટક્કર દરમિયાન કારની નંબર પ્લેટ તૂટીને સ્થળ પર પડી ગઈ હતી જેના આધારે વાહન નંબર સ્પષ્ટ થયો હતો. ઘટના સમયે નજીકથી પસાર થતા અનીતાબેન ઈજાગ્રસ્ત યશને રિક્ષામાં બેસાડી રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે ફ્રેક્ચરનું નિદાન કરી ઓપરેશન જરૂરી હોવાનું જણાવ્યું હતું. સારવાર પૂર્ણ થયા બાદ 20 નવેમ્બર ના રોજ યશ અશ્વીન કુવારદા (રહે. નાના મૌવા આર.એમ.સી. ક્વાર્ટર, બ્લોક નં. ૦૭, ક્વાર્ટર નં. ૫૭૧, રાજકોટ)એ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ. અને મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મનીષ બાવાલાલ ઘાડીયા (રહે. ખોખડદડ ગામ, તા. જિ. રાજકોટ)એ નોંધાવેલી વિગત મુજબ, 17 નવેમ્બર ના રોજ સવારે આશરે પોણા દસ વાગ્યે તેમના પિતા બાવાલાલ બાબુભાઈ ઘાડીયા મોટરસાઈકલ લઈને માર્કેટિંગ યાર્ડ પાસેથી દવા લઈ પરત ફરી રહ્યા હતા. રાજકોટ-ભાવનગર હાઈવે રોડ પર વિઠ્ઠલવાવ પાસે પહોંચતા સામેથી ટ્રક ના ચાલકે વાડીના કાચા રસ્તેથી અચાનક ઢાળ ચડાવી પૂરઝડપે અને બેદરકારીથી ટ્રક ચલાવી મોટરસાઈકલને અડફેટે લીધી હતી. આ ટક્કરમાં મોટરસાઈકલ સહિત પટકાતા બાવાલાલ ઘાડીયાને માથા, મોઢાના જડબા, ડાબા હાથમાં ફ્રેક્ચર સહિત શરીરે ગંભીર અને મુંઢ ઈજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતા મનીષ ઘાડીયા શાપર સ્થિત કારખાનેથી રવાના થયા હતા અને ઈજાગ્રસ્ત પિતાને 108 મારફતે સિવિલ હોસ્પિટલથી વધુ સારવાર માટે સિનર્જી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેઓ બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે. પિતાની સારવારમાં વ્યસ્ત હોવા તથા ટ્રક માલિક સાથે સમાધાનની વાતચીત ચાલતી હોવાથી ફરિયાદમાં વિલંબ થયાનું જણાવી 20 નવેમ્બર ના રોજ ફરિયાદી મનીષ બાવાલાલ ઘાડીયાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ બી.એન.એસ. અને મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande