
કાઠમાંડૂ, નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.) નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ, ભારતની રાજકીય મુલાકાત દરમિયાન પોતાના સમકક્ષ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને નેપાળની બે મહત્વપૂર્ણ ધાર્મિક અને ઐતિહાસિક ધરોહર સાથે જોડાયેલી પ્રતિમાઓ ભેટમાં આપશે. આ પહેલાં નેપાળના વડાપ્રધાન, ભારતની મુલાકાત દરમિયાન ભગવાન પશુપતિનાથ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપતા રહ્યા છે.
વડાપ્રધાન શાહ, આજે બે દિવસીય રાજકીય મુલાકાતે નવી દિલ્હી પહોંચી રહ્યા છે. સોમવારે તેમની ભારતીય વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ સાથે અલગ-અલગ મુલાકાતનો કાર્યક્રમ છે. શાહ ભારતીય વડાપ્રધાન મોદીને, રાતો મચ્છીન્દ્રનાથની પ્રતિમા ભેટ આપશે. રાતો મચ્છીન્દ્રનાથ નેપાળની ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઓળખ સાથે જોડાયેલા પ્રમુખ દેવતા છે.
નેપાળની પરંપરાગત માન્યતાઓ અનુસાર, લિચ્છવિ રાજા નરેન્દ્રદેવ રાતો મચ્છીન્દ્રનાથને, ભારતના તત્કાલીન કામરૂપ (વર્તમાન અસમ) સ્થિત કામાખ્યા ક્ષેત્રથી કાઠમાંડૂ ઘાટી લઈને આવ્યા હતા. ધાર્મિક માન્યતા છે કે, તે સમયે ઘાટીમાં લાંબા સમય સુધી વરસાદ ન થવાને કારણે દુકાળની સ્થિતિ પેદા થઈ ગઈ હતી. મચ્છીન્દ્રનાથને નેપાળ લાવ્યા પછી વરસાદ શરૂ થયો હતો.
ભારતીય રાષ્ટ્રપતિને વડાપ્રધાન શાહ, કાઠમાંડૂના ચાબહિલ સ્થિત ચારુમતી વિહાર સાથે જોડાયેલી એક પ્રતિમા ભેટમાં આપશે. ચારુમતી વિહારનો ઇતિહાસ ભારતના મૌર્ય સમ્રાટ અશોક અને તેમની પુત્રી ચારુમતી સાથે જોડાયેલો છે. પરંપરાગત માન્યતાઓ અનુસાર, સમ્રાટ અશોક પોતાની પુત્રી ચારુમતી સાથે કાઠમાંડૂ ઘાટી આવ્યા હતા. ચારુમતીએ, સ્થાનિક ક્ષેત્રીય રાજકુમાર દેવપાલ સાથે લગ્ન કર્યા અને દેવપાટન ક્ષેત્રમાં રહેવા લાગ્યા. મનાય છે કે, તેમણે આ જ ક્ષેત્રમાં વિહારનું નિર્માણ કરાવ્યું હતું. એવું પણ કહેવાય છે કે, તેમનું મૃત્યુ આ જ ક્ષેત્રમાં થયું હતું.
નેપાળની આ બંને ઐતિહાસિક ધરોહરો સાથે જોડાયેલી પ્રતિમાઓની ભેટ દ્વારા વડાપ્રધાન શાહ, ભારત અને નેપાળ વચ્ચેના સદીઓ જૂના ધાર્મિક, સાંસ્કૃતિક અને સભ્યતાગત સંબંધોને દર્શાવવાનો પ્રયાસ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ