‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકર બહેનો માટે જાગૃતિ કાર્યક્રમો યોજાયા
ભાવનગર, 03 નવેમ્બર (હિ.સ.) : દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા, તેમના શિક્ષણ અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા તેમજ માતા અને બાળકના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાના હેતુથી ભાવનગર જિલ્લામાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયો
બેટી બચાવો બેટી બચાવો અંતર્ગત કાર્યક્રમ યોજાયો


ભાવનગર, 03 નવેમ્બર (હિ.સ.) : દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા, તેમના શિક્ષણ અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા તેમજ માતા અને બાળકના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાના હેતુથી ભાવનગર જિલ્લામાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા પ્રોગ્રામ ઓફિસર, આઈસીડીએસ શાખાના સંયુક્ત ઉપક્રમે ક્ષમતા નિર્માણ (કેપેસિટી બિલ્ડિંગ) કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ૨૬થી ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ભાવનગર ગ્રામ્ય, વલ્લભીપુર, ગારીયાધાર, પાલીતાણા અને ઉમરાળા તાલુકામાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમોમાં આંગણવાડી કાર્યકર બહેનો તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓને વિવિધ મહત્ત્વપૂર્ણ વિષયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપવા, સગર્ભા મહિલાઓ અને બાળકોનું સમયસર રસીકરણ કરાવવા, સ્વસ્થ માતા અને સક્ષમ બાળકના નિર્માણ તથા બાળકના જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસના મહત્ત્વ અંગે સમજ આપવામાં આવી હતી.

આ ઉપરાંત પોષણ સંગમ જેવા વિષયો દ્વારા માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધારો લાવવા અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન દીકરીના જન્મને આવકારવા, દીકરીઓ પ્રત્યે સમાનતાનો ભાવ કેળવવા, તેમની સલામતી અને સુરક્ષા જાળવવા તેમજ શિક્ષણની તક પૂરી પાડવા અંગે વિશેષ જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આંગણવાડી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સમાજમાં આ સંદેશ પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવો હેતુ પણ કાર્યક્રમનો રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande