ભાવનગરમાં ફાયર સેફ્ટી અંગે તાલીમ અને ડેમોન્સ્ટ્રેશન યોજાયું
ભાવનગર, 03 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગ દ્વારા આગ જેવી આકસ્મિક ઘટનાઓ સમયે સમયસર અને યોગ્ય રીતે બચાવ કામગીરી કરી શકાય તેમજ જાનમાલનું નુકસાન અટકાવી શકાય તે હેતુથી વિવિધ સ્થળોએ ફાયર સેફ્ટી અંગે જાગૃતિ અને તાલ
ફાયર સેફ્ટી અંગે તાલીમ આપવામાં આવી


ભાવનગર, 03 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગ દ્વારા આગ જેવી આકસ્મિક ઘટનાઓ સમયે સમયસર અને યોગ્ય રીતે બચાવ કામગીરી કરી શકાય તેમજ જાનમાલનું નુકસાન અટકાવી શકાય તે હેતુથી વિવિધ સ્થળોએ ફાયર સેફ્ટી અંગે જાગૃતિ અને તાલીમના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

જેના ભાગરૂપે ભાવનગરના વિજયરાજનગર વિસ્તારમાં આવેલી સાવન કોર્પોરેશન – સચ્ચિદાનંદ જેમ્સ ખાતે ફાયર સેફ્ટી ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ દરમિયાન ઉપસ્થિત લોકોને આગ લાગવાના સંભવિત કારણો, આગથી બચવા માટે રાખવાની સાવચેતી, આગ લાગે ત્યારે તાત્કાલિક લેવાનાં પગલાં તેમજ ફાયર સેફ્ટીનાં સાધનોના યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત એરપોર્ટ રોડ પર રૂવા ખાતે આવેલી આંગી માન પ્રાઇમ રેસિડેન્સી અને કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર ડેમોન્સ્ટ્રેશન યોજવામાં આવ્યું હતું. જેમાં ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આગની વિવિધ પરિસ્થિતિઓમાં કેવી રીતે સુરક્ષિત રીતે કામગીરી કરવી અને ઉપલબ્ધ અગ્નિશામક સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ રહેવાસીઓ, વેપારીઓ અને કર્મચારીઓમાં આગ સામે રક્ષણ મેળવવા અંગે જાગૃતિ લાવવાનો તથા કટોકટીના સમયે ગભરાયા વિના યોગ્ય નિર્ણય લેવાની સમજ કેળવવાનો હતો.

ફાયર વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, દરેક રહેણાક અને કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીનાં સાધનો કાર્યરત સ્થિતિમાં રાખવા જોઈએ તેમજ સમયાંતરે તેની ચકાસણી કરવી જોઈએ. આવી તાલીમ અને નિદર્શનથી આગ જેવી આકસ્મિક ઘટનાઓ સામે સજ્જતા વધારવામાં મદદ મળે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande