દિવાળી પર દાઝી જવાના 42 કેસ એઈમ્સમાં આવ્યા, પાંચ દર્દીઓની સર્જરી થઈ.
નવી દિલ્હી, 09 નવેમ્બર (હિ.સ.) દિવાળી દરમિયાન ફટાકડા અને અન્ય કારણોસર દાઝી જવાના કુલ 42 કેસ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એઈમ્સ) માં આવ્યા. આમાંથી 11 દર્દીઓ ગંભીર રીતે દાઝ્યા છે, જ્યારે 31 ને સામાન્ય ઈજાઓ થઈ છે. ગંભીર રીતે દાઝેલા દર્દીઓમાંથી ચાર
આગજની


નવી દિલ્હી, 09 નવેમ્બર (હિ.સ.) દિવાળી દરમિયાન ફટાકડા અને અન્ય કારણોસર દાઝી જવાના કુલ 42 કેસ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એઈમ્સ) માં આવ્યા. આમાંથી 11 દર્દીઓ ગંભીર રીતે દાઝ્યા છે, જ્યારે 31 ને સામાન્ય ઈજાઓ થઈ છે. ગંભીર રીતે દાઝેલા દર્દીઓમાંથી ચાર આઈસીયુ અને સાત વોર્ડમાં દાખલ છે. અત્યાર સુધીમાં પાંચ દર્દીઓની સર્જરી કરવામાં આવી છે.

એઈમ્સના પ્લાસ્ટિક, રિકન્સ્ટ્રક્ટિવ અને બર્ન્સ સર્જરી વિભાગ દ્વારા સોમવારે જારી કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર, આ સ્થિતિ સોમવારે સવારે 11 વાગ્યા સુધીની છે. આમાંથી 37 કેસ ફટાકડાથી દાઝવાના છે, જ્યારે બે લોકો પોટાશથી દાઝ્યા છે. પોટાશથી દાઝી જનારાઓમાં 13 વર્ષનો એક બાળક પણ સામેલ છે. હાલમાં 8 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી એકની હાલત ગંભીર છે.

દાઝી જનારાઓમાં 10 વર્ષથી ઓછી ઉંમરના છ બાળકો છે. આમાંથી સૌથી નાની ઉંમરનું બાળક પાંચ વર્ષનું છે. આઠ વર્ષનો એક બાળક શરીરનો 45 ટકા ભાગ દાઝી જવાને કારણે ગંભીર સ્થિતિમાં છે. 10 થી 18 વર્ષની વય જૂથના 12 અને 18 થી 60 વર્ષની વય જૂથના 22 કેસ છે. 60 વર્ષથી વધુ ઉંમરનો એક દર્દી પણ સામેલ છે.

એઈમ્સના અધિકારીઓ એ જણાવ્યું કે, આ ઉપરાંત આંખોમાં ઈજાના કેટલાક દર્દીઓ સીધા આરપી સેન્ટરના નેત્ર ઇમરજન્સી વિભાગમાં આવ્યા હોઈ શકે છે. આવા દર્દીઓની સંખ્યા આ આંકડાઓમાં સામેલ કરવામાં આવી નથી.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande