કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદના ગોતા-સાયન્સ સિટી વિસ્તારમાં અત્યાધુનિક અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ
ઉત્તર પશ્ચિમ ઝોનના વિસ્તારોના નાગરિકો માટે આરોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત થતાં સ્લમ વિસ્તાર સહિતના અનેક પરિવારો થશે લાભાન્વિત. અમદાવાદ, 09 નવેમ્બર (હિ.સ.) : કેન્દ્રીય ગૃહ અને સહકારતા મંત્રી અમિત શાહ દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડ અંતર્ગત સાયન્સ
અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર


અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર


અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર


- ઉત્તર પશ્ચિમ ઝોનના વિસ્તારોના નાગરિકો માટે આરોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત થતાં સ્લમ વિસ્તાર સહિતના અનેક પરિવારો થશે લાભાન્વિત.

અમદાવાદ, 09 નવેમ્બર (હિ.સ.) : કેન્દ્રીય ગૃહ અને સહકારતા મંત્રી અમિત શાહ દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડ અંતર્ગત સાયન્સ સિટી વિસ્તારમાં સ્થાનિક રહીશોને આરોગ્યલક્ષી મૂળભૂત પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી અદ્યતન અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ નવા અર્બન હેલ્થ સેન્ટરના નિર્માણથી આસપાસના ૧૭ જેટલા વિસ્તારોના આશરે ૮૦ હજાર લોકો સીધા લાભાન્વિત થશે, જેમાં સ્લમ વિસ્તારના ૪૬,૭૦૦ જેટલા નાગરિકોનો પણ વિશેષ સમાવેશ થાય છે.

કુલ બે માળની આ હોસ્પિટલમાં ૨૦ જેટલા રૂમ બનાવવામાં આવ્યા છે અને ૪૦ જેટલા કુશળ કર્મચારીઓનો સ્ટાફ નાગરિકોની સેવામાં કાર્યરત રહેશે. આ સેન્ટરમાં જનરલ ઓપીડી, માઇનર ઇમરજન્સી સેવા, ડોગ બાઈટની રસી, એન.સી.ડી. (NCD) સ્ક્રીનિંગ સેવા તેમજ બાળરોગ નિષ્ણાત ઓપીડી, વાયુવૃદ્ધની ઓપીડી, આંખ અને ચામડીના રોગોની સારવારની સુવિધા પૂરી પાડવામાં આવશે.

આ ઉપરાંત શરદી, ખાંસી, તાવ, ઝાડા-ઉલટી, ડાયાબિટીસ અને બી.પી. જેવી બીમારીઓની સાથે બાળકો, સગર્ભાઓ તથા વૃદ્ધો માટે વિશેષ સપ્લીમેન્ટ્સ અને ફિઝિયોથેરાપી સેવાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે.

નાગરિકોને હોસ્પિટલ કક્ષાની સુવિધા સ્થાનિક સ્તરે જ મળી રહે તે માટે આ સેન્ટરમાં કુલ ૨૧ પ્રકારના લેબોરેટરી ટેસ્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સિવાય શાળા આરોગ્ય તપાસણી ટીમની હાજરી દ્વારા વિસ્તારમાં વિવિધ આરોગ્યલક્ષી કામગીરી તેમજ જન્મ-મરણ નોંધણી જેવી મહત્વપૂર્ણ સેવાઓ પણ આ જ કેન્દ્ર પરથી નાગરિકોને સરળતાથી પ્રાપ્ત થશે.

આ લોકાર્પણ પ્રસંગે અમદાવાદના મેયર હિતેશ બારોટ, પ્રેરક શાહ સહિત વિવિધ મહાનુભાવો, સ્થાનિક જનપ્રતિનિધિઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande