ભારત અને લેબનાન વચ્ચે પ્રથમ વિદેશ કાર્યાલય વાર્તા, વેપાર અને ડિજિટલ માળખામાં સહયોગ પર ચર્ચા
નવી દિલ્હી, 09 નવેમ્બર (હિ.સ.). ભારત અને લેબનાન વચ્ચે સોમવારે અહીં પ્રથમ વિદેશ કાર્યાલય વાર્તા થઈ. આમાં બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને રાજકીય-સુરક્ષા, આર્થિક તથા સામાજિક-સાંસ્કૃતિક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા કરી. બંને પક્ષોએ
ભારત અને લેબનાન વચ્ચે પ્રથમ વિદેશ કાર્યાલય વાર્તા


નવી દિલ્હી, 09 નવેમ્બર (હિ.સ.). ભારત અને લેબનાન વચ્ચે સોમવારે અહીં પ્રથમ વિદેશ કાર્યાલય વાર્તા થઈ. આમાં બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને રાજકીય-સુરક્ષા, આર્થિક તથા સામાજિક-સાંસ્કૃતિક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા કરી. બંને પક્ષોએ વેપાર અને રોકાણ, ડિજિટલ જાહેર માળખા અને ઔષધિ ક્ષેત્રમાં સહયોગને પ્રાથમિકતા આપવા પર સહમતિ દર્શાવી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું કે, વાર્તાની સહ-અધ્યક્ષતા વિદેશ મંત્રાલયમાં સચિવ (સીપીવી અને ઓઆઈએ) રાજદૂત શ્રીપ્રિયા રંગનાથન અને લેબનાનના વિદેશ અને પ્રવાસી મંત્રાલયના મહાસચિવ રાજદૂત અબ્દેલ સત્તાર ઈસ્સાએ કરી.

વાર્તા દરમિયાન બંને દેશોએ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું. બેઠકમાં બંને પક્ષોએ ભારત અને લેબનાન વચ્ચે રાજકીય અને સુરક્ષા સહયોગ, આર્થિક સંબંધો તથા સામાજિક-સાંસ્કૃતિક આદાનપ્રદાનના તમામ પાસાઓની સમીક્ષા કરી. આ સાથે જ પરસ્પર હિત સાથે સંકળાયેલા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande