છત્તીસગઢના ગરિયાબંદમાં- કાર નદીમાં ખાબકી, ચાર લોકોના મોત
રાયપુર, 09 નવેમ્બર (હિ.સ.) છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લાના રાજિમ વિસ્તારમાં, રવિવારે મોડી રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા. મૃતકોમાં પતિ-પત્ની અને તેમના બે બાળકોનો સમાવેશ થાય છે. પરિવાર દીપાવલીનો તહેવાર ઉજવીને ગરિયાબંદ જિ
રોડ અક્સ્માત


રાયપુર, 09 નવેમ્બર (હિ.સ.) છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લાના રાજિમ વિસ્તારમાં, રવિવારે મોડી રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા. મૃતકોમાં પતિ-પત્ની અને તેમના બે બાળકોનો સમાવેશ થાય છે. પરિવાર દીપાવલીનો તહેવાર ઉજવીને ગરિયાબંદ જિલ્લાના પોતાના ગામ પસૌદ પરત ફરી રહ્યો હતો.

ચંપારણ પોલીસ પાસેથી સોમવારે સવારે મળેલી માહિતી અનુસાર, રાયપુરના લક્ષ્મીનગર નિવાસી શીતલ સાહુ (44) પોતાની પત્ની ભારતી સાહુ, પુત્ર અને પુત્રી સાથે કારમાં ગામ જઈ રહ્યા હતા. રાત્રે લગભગ એક વાગ્યે અભાનપુરના ટીલા એનીકટ પાસે તેમની તેજ ગતિવાળી કાર અનિયંત્રિત થઈને નદીમાં ખાબકી.

અકસ્માતની જાણ થતાં, સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસને જાણ કરી. ચંપારણ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને નદીમાંથી ચારેયના મૃતદેહ બહાર કઢાવ્યા.

હિન્દુસ્થાન સમાચાર / ગેવેન્દ્ર પ્રસાદ પટેલ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande