રાષ્ટ્રપતિ મુર્મુ, દેશભરના સ્વચ્છ સર્વેક્ષણના વિજેતાઓને બુધવારે સન્માનિત કરશે
નવી દિલ્હી, 09 નવેમ્બર (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, બુધવારે (11 નવેમ્બર) અહીં વિજ્ઞાન ભવનમાં સ્વચ્છ સર્વેક્ષણ 2025-26ના પુરસ્કારો પ્રદાન કરશે. આ દરમિયાન દેશના સૌથી સ્વચ્છ શહેરોની સાથે સ્વચ્છ શહેર જોડી પહેલ હેઠળ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા શહેરોન
સ્વચ્છ સર્વેક્ષણ


નવી દિલ્હી, 09 નવેમ્બર (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, બુધવારે (11 નવેમ્બર) અહીં વિજ્ઞાન ભવનમાં સ્વચ્છ સર્વેક્ષણ 2025-26ના પુરસ્કારો પ્રદાન કરશે. આ દરમિયાન દેશના સૌથી સ્વચ્છ શહેરોની સાથે સ્વચ્છ શહેર જોડી પહેલ હેઠળ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા શહેરોને પણ સન્માનિત કરવામાં આવશે. સમારોહમાં કેન્દ્રીય આવાસન અને શહેરી કાર્ય મંત્રી મનોહર લાલ અને રાજ્યમંત્રી તોખન સાહૂ ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય અનુસાર, સ્વચ્છ સર્વેક્ષણની દસમી આવૃત્તિ ‘સ્વચ્છતાની નવી પહેલ- હાથ લંબાવો, સાથે સફાઈ કરો’ વિષય પર આયોજિત કરવામાં આવી હતી. વર્ષ 2016માં 73 શહેરી સંસ્થાઓથી શરૂ થયેલું આ સર્વેક્ષણ હવે 4,751થી વધુ શહેરો સુધી પહોંચી ગયું છે.

આ વખતે શહેરી સ્થાનિક સંસ્થાઓનું મૂલ્યાંકન 10 મુખ્ય ક્ષેત્રોના 43 માપદંડો પર કરવામાં આવ્યું. તેમાં કચરા વ્યવસ્થાપન, દૃશ્યમાન સ્વચ્છતા, સ્વચ્છતા સુવિધાઓ, ઉપયોગમાં લેવાયેલા પાણીનું વ્યવસ્થાપન, સફાઈ કર્મચારીઓનું કલ્યાણ અને નાગરિકોનો પ્રતિભાવ શામેલ છે. દેશભરમાં 3,000થી વધુ પ્રશિક્ષિત મૂલ્યાંકનકર્તાઓએ જીપીએસ આધારિત દેખરેખ સાથે સ્થળ પર મૂલ્યાંકન કર્યું.

મંત્રાલયે જણાવ્યું કે, આ વર્ષે 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 70 માર્ગદર્શક શહેરો અને 191 સહયોગી શહેરોની સ્વચ્છ શહેર જોડી પહેલના પ્રદર્શનને પણ સન્માનિત કરવામાં આવશે. આ પહેલથી સહયોગી શહેરોમાં દૃશ્યમાન સ્વચ્છતાનું સ્તર 48થી વધીને 70 ટકા અને ઘરે-ઘરે કચરાનો સંગ્રહ 52થી વધીને 74 ટકા થયો છે. સ્ત્રોત પર કચરાનું પૃથક્કરણ પણ 16થી વધીને 30 ટકા થયું છે. આ ઉપરાંત, સ્વચ્છતા સુવિધાઓ સુધી પહોંચ 11થી વધીને 38 ટકા, ઉપયોગમાં લેવાયેલા પાણીનું વ્યવસ્થાપન 32થી વધીને 53 ટકા અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ 48થી વધીને 66 ટકા થઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande