ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં- કારમાં છ લોકો જીવતા સળગી ગયા.
મુઝફ્ફરનગર, નવી દિલ્હી,09 નવેમ્બર (હિ.સ.) ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં આજે વહેલી સવારે પાણીપત-ખટીમા ધોરીમાર્ગ પર વિભાજક સાથે, અથડાયા બાદ એક કાર પલટી ગઈ અને તેમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં કારમાં સવાર છ લોકોના જીવતા સળગી જવાથી મોત થયા. અકસ્મા
આગજની


મુઝફ્ફરનગર, નવી દિલ્હી,09 નવેમ્બર (હિ.સ.) ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં આજે વહેલી સવારે પાણીપત-ખટીમા ધોરીમાર્ગ પર વિભાજક સાથે, અથડાયા બાદ એક કાર પલટી ગઈ અને તેમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં કારમાં સવાર છ લોકોના જીવતા સળગી જવાથી મોત થયા.

અકસ્માત વહેલી સવારે લગભગ પાંચ વાગ્યે તિતાવી પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક થયો. કારમાં સવાર પરિવાર હરિયાણાના હિસારથી હરિદ્વાર જઈ રહ્યો હતો. આ દરમિયાન તેજ ગતિવાળી કાર અનિયંત્રિત થઈને વિભાજક સાથે અથડાઈ. ટક્કર બાદ કાર પલટી ગઈ અને જોતજોતામાં તેમાં આગ લાગી ગઈ. કારમાં સવાર લોકોને બહાર નીકળવાનો મોકો પણ ન મળ્યો.

રાહદારીઓએ કારમાં આગ લાગેલી જોઈને પોલીસને જાણ કરી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી કરીને, મૃતદેહોને કબજામાં લીધા. હાલ મૃતકોની ઓળખ થઈ શકી નથી. કારના નોંધણી નંબરના આધારે પોલીસ પરિવારના હરિયાણાના હિસાર સાથે જોડાયેલા હોવાની માહિતી એકઠી કરી રહી છે.

સીઓ ફુગાના નરેન્દ્ર યાદવે જણાવ્યું કે, હિસારમાં રહેતા પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે, અકસ્માતની નોંધ લેતા મૃતકોના પરિવારજનો પ્રત્યે શોક સંવેદના વ્યક્ત કરી છે. તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય ઝડપી બનાવવા અને પીડિત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવાના નિર્દેશ આપ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેશ પટેરિયા / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande