કમાણા ખાતે જીયા ગીર પ્રાકૃતિક મોડલ ફાર્મમાં તાલીમ, ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન અભિયાનનો પ્રારંભ
મહેસાણા, 20 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે નોન મિશન અંતર્ગત 18 ફેબ્રુઆરી 2026ના રોજ કમાણા સ્થિત જીયા ગીર પ્રાકૃતિક મોડલ ફાર્મ ખાતે જિલ્લા અંદરની તાલીમ યોજાઈ હતી. તાલીમમાં ખેડૂતો અને કૃષિ સાથે જોડાયેલા કર્મ
કમાણા ખાતે જીયા ગીર પ્રાકૃતિક મોડલ ફાર્મમાં તાલીમ, ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન


કમાણા ખાતે જીયા ગીર પ્રાકૃતિક મોડલ ફાર્મમાં તાલીમ, ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન


મહેસાણા, 20 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે નોન મિશન અંતર્ગત 18 ફેબ્રુઆરી 2026ના રોજ કમાણા સ્થિત જીયા ગીર પ્રાકૃતિક મોડલ ફાર્મ ખાતે જિલ્લા અંદરની તાલીમ યોજાઈ હતી. તાલીમમાં ખેડૂતો અને કૃષિ સાથે જોડાયેલા કર્મચારીઓને પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ટીમ ગ્રીન કમાન્ડોના જયદીપભાઈ પટેલ, નિવૃત્ત મદદનીશ ખેતી નિયામક જયંતિભાઈ પટેલ, ગ્રામસેવક મહેન્દ્રભાઈ પ્રજાપતિ, ડીએસસી સીઓ મુકેશભાઈ પટેલ તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના માર્કેટિંગ કન્સલ્ટન્ટ પૃથ્વીબેન ગૌસ્વામીએ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, તેના લાભો અને બજાર વ્યવસ્થાપન અંગે માહિતી આપી હતી.તાલીમ દરમિયાન વર્મિકમ્પોસ્ટ, જીવામૃત, ઘનજીવામૃત અને કમ્પોસ્ટ બનાવવાની પદ્ધતિનું પ્રાયોગિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે સાથે કુદરતી ઘટકોથી બનાવવામાં આવતા બ્યુટી કેર પ્રોડક્ટ્સનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે ખેડૂતો માટે આવકના વિકલ્પરૂપ બની શકે છે.આ તાલીમથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી ખર્ચ ઘટાડવા, જમીનની ઉર્વરતા જાળવવા અને ટકાઉ ખેતી તરફ આગળ વધવા માટે પ્રેરણા મળી હતી.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande