
રાજકોટ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) રાજકોટ મંડળ હેઠળ આવતાં લાખાબાવળ રેલવે સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજ (FOB) ના નિર્માણ કાર્યને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુરક્ષા તેમજ કાર્યની સુચારુ પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે ટ્રેન નંબર 19209/19210 ભાવનગર–ઓખા–ભાવનગર એક્સપ્રેસનું સ્ટોપેજ તાત્કાલિક રીતે રદ કરવામાં આવ્યું છે.
નિર્ધારિત કાર્યક્રમ મુજબ લાખાબાવળ સ્ટેશન પર ઉપરોક્ત ટ્રેનનું ઠેરવણું તારીખ 26 ફેબ્રુઆરી, 2026 થી 5 માર્ચ, 2026 સુધી રદ રહેશે. નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ ટ્રેનનું નિયમિત સ્ટોપેજ ફરીથી શરૂ કરવામાં આવશે.
રેલ મુસાફરોને વિનંતી છે કે તેઓ આ તાત્કાલિક ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અને અપડેટ માહિતી માટે મુસાફરોને વિનંતી છે કે તેઓ ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે, જેથી કોઈપણ પ્રકારની અસુવિધાથી બચી શકાય.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ