નવા બાઈક સસ્તા ભાવે આપવાની લાલચ આપી 66 લોકો સાથે છેતરપીંડી.
પોરબંદર,20 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદર જિલ્લામા છેતરપીંડીના કેસમા સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાણાવાવમા જુના વાહનો આપી નવા વાહનો સસ્તાભાવે આપી એક શખ્સે રૂ.38 લાખની છેતરપીંડી કરી હોવાની પોલીસ દફતરે નોધાતા ભારે ચર્ચા જોવા મળી રહી છે કુલ 65 જેટલા
નવા બાઈક સસ્તા ભાવે આપવાની લાલચ આપી 66 લોકો સાથે છેતરપીંડી.


નવા બાઈક સસ્તા ભાવે આપવાની લાલચ આપી 66 લોકો સાથે છેતરપીંડી.


નવા બાઈક સસ્તા ભાવે આપવાની લાલચ આપી 66 લોકો સાથે છેતરપીંડી.


પોરબંદર,20 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદર જિલ્લામા છેતરપીંડીના કેસમા સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાણાવાવમા જુના વાહનો આપી નવા વાહનો સસ્તાભાવે આપી એક શખ્સે રૂ.38 લાખની છેતરપીંડી કરી હોવાની પોલીસ દફતરે નોધાતા ભારે ચર્ચા જોવા મળી રહી છે કુલ 65 જેટલા લોકો સાથે છેતરપીંડી કરવામા આવી છે.

રાણાવાવ ખાતે રહેતા પ્રકાશ સુકાભાઈ ધાંધસે રાણાવવા પોલીસ સ્ટેશનમા એવી ફરીયાદ નોંધાવી છે તેમના સહિત કુલ 65 લોકો સાથે છેતરપીંડી કરવામા આવી છે. પોરબંદર ખાતે રહેતા ધવલભાઇ ભરતભાઈ ખુદાઇ હિરો ફિન્કોપ ફાઈન્સ કંપનીમા નોકરી કરતો હોય અને જયશ્રી હિરોની ઓફિસમા બેસતો હોય તેમણે ગ્રાહકોને સિસ્કમની ઓફર આપી હતી જેમા જુના વાહન આપી નવા વાહન આપવાની લોભામણી લાલચ આપી હતી.

ત્યાર બાદ ગ્રાહકો પાસેથી યેનકેન પ્રકારે ઓટીપી મેળવી પોતાની રીતે વાહનો પર લોન કરાવી લીધી હતી પર્સનલ લોન લીધી હતી તે લોન કલોઝ નહિ કરવી તેમજ મોટરસાયકલની લોન કલોઝ થઈ ન હોય છતા ખોટા એનઓસી આપી કુલ રૂ.38,36,600ની છેતરપીંડી કરી હતી અને ખોટી એનઓસીનો ખરા તરીકે ઉપયોગ કર્યાનો ફરીયાદમા ઉલ્લેખ કરવામા આવ્યો છે .આ બનાવ અંગે રાણાવાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.લાખોની છેતરપીંડી અંગે ફરીયાદી અને સાહેદો ઘણા સમયથી હોબાળો કરી રહ્યા હતા અને સોશ્યલ મિડીયામા વિડીયો પણ વાયરલ થયા હતા અંતે પોલીસે આ બનાવમા ફરીયાદ નોંધી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande