વિરડી ગામે વન કવચ તૈયાર કરીને 5000 કરતા પણ વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.
ભાવનગર, 20 ફેબ્રુઆરી (હિ.સ.)વૃક્ષોનું માનવ જીવન અને સમગ્ર પર્યાવરણ માટે અતિ મહત્વ રહેલું છે.વૃક્ષો આપણને શુદ્ધ ઓક્સિજન આપે છે, હવામાં રહેલા હાનિકારક વાયુઓ શોષી લે છે અને વાતાવરણને સ્વચ્છ અને સ્વસ્થ બનાવે છે. આજના સમયમાં વધતું પ્રદૂષણ, ઉષ્ણતા અને હવ
વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.


ભાવનગર, 20 ફેબ્રુઆરી (હિ.સ.)વૃક્ષોનું માનવ જીવન અને સમગ્ર પર્યાવરણ માટે અતિ મહત્વ રહેલું છે.વૃક્ષો આપણને શુદ્ધ ઓક્સિજન આપે છે, હવામાં રહેલા હાનિકારક વાયુઓ શોષી લે છે અને વાતાવરણને સ્વચ્છ અને સ્વસ્થ બનાવે છે. આજના સમયમાં વધતું પ્રદૂષણ, ઉષ્ણતા અને હવામાનમાં થઈ રહેલા ફેરફારો સામે લડવા માટે વૃક્ષો સૌથી મોટું કુદરતી હથિયાર છે.હાલ જોઈએ તો રાજ્ય સહિત સમગ્ર દેશમાં અનેક ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં વૃક્ષારોપણના અભિયાન ચાલી રહ્યા છે. વન વિભાગ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, શાળાઓ, કોલેજો અને સ્વયંસેવક સંગઠનો દ્વારા વ્યાપક સ્તરે વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. માત્ર વાવેતર જ નહીં પરંતુ તેનું યોગ્ય સંરક્ષણ અને ઉજેર થાય તે માટે પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

ગારીયાધાર તાલુકામાં આવેલ વિરડી ગામને હરિયાળું અને પર્યાવરણની દ્રષ્ટિએ સમૃદ્ધ બનાવવા માટે એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. વિરડી ગામે વન વિભાગ અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે વન કવચ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં અંદાજે 5000 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.આ પ્રયાસ માત્ર ગામની સુંદરતા વધારવાનો નથી પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને ભાવિ પેઢી માટે સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને હરિયાળું વાતાવરણ પૂરું પાડવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સ્થાનિક હવામાન અને જમીનને અનુકૂળ એવા વૃક્ષોના જાતો પસંદ કરવામાં આવ્યા છે. જેમાં લીમડો, પીપળ, વડ, સાગ, કરંજ, સીતાફળ, જાંબુ, આમલી જેવા છાંયો આપતા તેમજ ફળદ્રુપ વૃક્ષોનો સમાવેશ થાય છે.વાવેતર માટે યોગ્ય જગ્યા પસંદ કરી વ્યવસ્થિત રીતે ખાડા ખોદી, ખાતર અને પાણીની યોગ્ય વ્યવસ્થા સાથે રોપણી કરવામાં આવી છે.આ સમગ્ર કામગીરીમાં વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચ તથા ગામના આગેવાનોનો મહત્વનો સહયોગ રહ્યો છે.વૃક્ષારોપણ બાદ તેની નિયમિત દેખરેખ, પાણી, વાડબંધી અને સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી વાવેલા છોડો સજીવ રીતે વિકસે અને લાંબા સમય સુધી ટકી રહે.

આ અંગે અહીંના સરપંચ પ્રતિનિધિ અલ્પેશભાઈ કાકડીયા એ જણાવ્યું કે હું છેલ્લા ચાર વર્ષથી સરપંચ તરીકેની જવાબદારી સંભાળી રહ્યો છું હાલ અમારા ગામ પાસે વન કવચ તૈયાર કરવામાં આવ્યો છે વન વિભાગ અને ગ્રામ પંચાયત ના સંયુક્ત ઉપક્રમે આ કવચ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં અલગ અલગ પ્રકારના અંદાજિત 5000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વૃક્ષોના જતન કરવા માટેની પણ પૂરતી કાળજી રાખવામાં આવે છે સમયસર પાણી તેમજ ફરતે તાર ફેન્સીંગ પણ કરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande