
ભાવનગર, 20 ફેબ્રુઆરી (હિ.સ.)ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે મુરલીધર દાદા ના નિજ મંદિરમાં પ્રવેશ મહોત્સવ આગામી તારીખ 22 થી 28 ફેબ્રુઆરીના થવા જઈ રહ્યો છે જેને લઈને સ્વયંસેવકો દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે . 551 યજ્ઞ કુંડ સાથેની મોટી યજ્ઞશાળા બનાવવામાં આવેલ છે . મહોત્સવ દરમિયાન કથાકાર રમેશભાઈ ઓઝા સ્વમુખે ભાગવત સપ્તાહ નું ભક્તો ને રસપાન કરાવશે , તેમજ રાત્રિના સમયે લોક ડાયરા , સાંસ્કૃતિક કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવેલ છે .
એક સપ્તાહ ચાલવાના મહોત્સવમાં રોજ એક લાખ માણસો દર્શનાર્થે આવશે તેમજ તારીખ 26/2 ના 8 થી 9 લાખ લોકો આવશે તેવી આયોજકો નો ગણતરી છે . 50 થી 70 હજાર ગાડીઓ નું પાર્કિંગ થાય તે માટે ની વ્યવસ્થા કરવામાં આવેલ છે . રસોડા ની જો વાત કરીએ તો 600 જેટલા માણસો રસોડા વિભાગ માં કામ કરશે . 46 જેટલી ચૂલો બનવામાં આવેલ છે જેમાં એક જ તેપલામાંથી 25000 જેટલા માણસો જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.
એક દંતકથા મુજબ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના મુખમાંથી અર્જુનને આપેલ આ મૂર્તિ છે , મહાભારતના યુદ્ધ બાદ જ્યારે શ્રી કૃષ્ણ સદા માટે દ્વારિકા જતાં હતાં ત્યારે ભગવાન નો રથ 2- 3 કોસ ચલતા ભગાવીને અર્જુન ને પાછા વળવા કહ્યું ત્યારે અર્જુને કહ્યું હું આપના વિના એક ક્ષણ પણ નહિ રહી શકું ત્યારે ભગવાને પોતાના મુખમાંથી મૂર્તિ આપી અને કહ્યું કે જયારે આ મૂર્તિનું પૂજન કરી ધ્યાન કરીશ ત્યારે હું દિવ્ય સ્વરૂપે પ્રગટ થઈશ.
મુરલીધર દાદા ની આ મૂર્તિ સેજકજી મહારાજા ને મળેલ ત્યાર બાદ સેજકીજી મહારાજ માં ઉતરો ઉતર વંશ માં રામદાસજી મહારાજ પાસે મૂર્તિ આવેલ . રામદાસજી મહારાજ દાદાની મૂર્તિ પોતાની પાઘડીમાં રાખતા . રામદાસજી મહારાજ કાશી ની જાત્રા કરવા નીકળ્યા હતા ત્યારે તો મેવાડ ના રાજા ના મેહમાન બન્યા હતા , તે જ સમયે મહંમદ ખિલજી દ્વારા મેવાડ ના રાજા ઉપર આક્રમણ કરવા આવ્યું અને રામદાસજી મહારાજ દ્વારા પોતાના ક્ષત્રિય ધર્મ અપનાવતા યુદ્ધમાં તેઓ વીરગતિને પ્રાપ્ત થયા હતા અને મુરલીધર દાદા ને મૂર્તિ રણમાં દટાઈ ગઈ હતી . રામદાસજી મહારાજના પૌત્ર વિસોજી મહારાજ ને મુરલીધર દાદા સપનામાં આવ્યા અને મેવાડ માં ચોક્કસ જગ્યાએ ખોદકામ કરતા ફરી મૂર્તિ મળી આવતા ઈ.1622મા વૈશાખ સુદ બીજના દિવસે મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી અને ત્યાર બાદ ગામ વસવા આવેલ હતુ.
આ અંગે ગોહિલ ઉપેન્દ્રસિંહ જણાવ્યું કે આગામી તારીખ 22 થી 28 સુધી અહીંયા ભાગવત સપ્તાહનું આયોજન રાખવામાં આવ્યું છે. આમ જોવા જઈએ તો ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયમ પોતાના મુખેથી મૂર્તિ અર્જુનજી ને આપેલી આ મૂર્તિ અંદાજિત 450 વર્ષ પહેલા અમારા પચ્છેગામ ગામમાં આવી. આ ઉપરાંત અહીંયા નવ કરોડ કરતા પણ વધુ ના ખર્ચે ભવ્ય મંદિર બનાવવાનો અવસર મળ્યો છે. મંદિર બની ગયા બાદ હવે નિજ મંદિરનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. જેમાં મહાયજ્ઞ, ભાગવત સપ્તાહ વગેરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT