

પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.)રાણાવાવામા વાહનની સ્કિમ આપી લાખોની રૂપીયાની છેતરપીંડી કરનાર શખ્સ સામે ફરીયાદ નોંધવામા આવી હતી આ બનાવમા આરોપી ધવલ ખુદાઇને રાણાવાવ પોલીસે ઝડપી લીધો છે અને તેમની પુછપરછ હાથ ધરી છે.પોરબંદર ખાતે રહેતા ધવલભાઈ ભરતભાઈ ખુદાઈ હિરો ફિન્કોપ ફાઈન્સ કંપનીમા નોકરી કરતો હોય અને જયશ્રી હિરોની ઓફિસમા બેસતો હોય તેમણે ગ્રાહકોને સ્કિમની ઓફર આપી હતી જેમા જુના વાહન આપી નવા વાહન આપવાની લોભામણી લાલચ આપી હતી ત્યાર બાદ ગ્રાહકો પાસેથી યેનકેન પ્રકારે ઓટીપી મેળવી પોતાની રીતે વાહનો પર લોન કરાવી લીધી હતી પર્સનલ લોન લીધી હતી તે લોન કલોઝ નહિ કરવી તેમજ મોટરસાયકલની લોન કલોઝ થઈ ન હોય છતા ખોટા એનઓસી આપી કુલ રૂ.38,36,600ની છેતરપીંડી કરી હતી અને ખોટી એનઓસીનો ખરા તરીકે ઉપયોગ કર્યાનો ફરીયાદમા ઉલ્લેખ કરવામા હતો આ કેસમા રાણાવાવ પોલીસે ધવલ ખુદાઈની ધરપકડ કરી અને તેમની પુછપરછ હાથ ધરી હોવાનુ જાણાવા મળી રહ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya