પોરબંદરના યુવાને લીરબાઈની મૂર્તિ સાથે 50 દેશોની યાત્રા પૂર્ણ કરી.
પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદરનો મહેર યુવાન 17 મહિના પહેલા મોઢવાડા ખાતેથી માઁ લીરબાઈની મૂર્તિ લઈ વિશ્વની યાત્રા ઉપર વિશ્વશાંતિના સંદેશા સાથે નીકળ્યો હતો. આ માહેર યુવાને 50 થી વધુ દેશોનો પ્રવાસ કરી સનાતન ધર્મનો જયજય કાર કર્યો છે. 60 હજારથી વધુ
પોરબંદરના યુવાને લીરબાઈની મૂર્તિ સાથે 50 દેશોની યાત્રા પૂર્ણ કરી.


પોરબંદરના યુવાને લીરબાઈની મૂર્તિ સાથે 50 દેશોની યાત્રા પૂર્ણ કરી.


પોરબંદરના યુવાને લીરબાઈની મૂર્તિ સાથે 50 દેશોની યાત્રા પૂર્ણ કરી.


પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદરનો મહેર યુવાન 17 મહિના પહેલા મોઢવાડા ખાતેથી માઁ લીરબાઈની મૂર્તિ લઈ વિશ્વની યાત્રા ઉપર વિશ્વશાંતિના સંદેશા સાથે નીકળ્યો હતો. આ માહેર યુવાને 50 થી વધુ દેશોનો પ્રવાસ કરી સનાતન ધર્મનો જયજય કાર કર્યો છે. 60 હજારથી વધુ કી.મી. કાપી આ યુવાન આજે બીજના દિવસે મોઢવાડા મુકામે પરત ફરતા સમસ્ત ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું.

પોરબંદરનો આ મહેર યુવાન જેનું નામ નિલેશ પરમાર છે. તેમણે પોરબંદર ખબર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ યાત્રા વિશ્વ શાંતિ અને માઁ લીરબાઈની હતી એમાં મારા ભાગ્ય સારા હતા. એક ડ્રાઈવર તરીકેની મારી આ યાત્રા હતી. આ યાત્રાને 17 મહિના પૂર્વે મોઢવાડાથી ચાલુ કરી હતી જેમાં મેં 50 જેટલા દેશોની યાત્રા કરી છે. અને અંદાજે 65 હજાર કી.મી.ની આ યાત્રા રહી છે. આ યાત્રાનું કારણ એ જ માઁ લીરબાઈ પ્રત્યેનો ભાવ છે. કારણ માઁ લીરબાઈએ જીવતા સમાધિ લીધી હતી તેમજ તેમના ગુરુએ અને તેમની દીકરીએ પણ જીવતા સમાધિ લીધી હતી. સનાતન ધર્મમાં એવું કહેવાય છે કે, જીવિત સમાધિનો માતમ મોટો હોય છે. માતાજીનું જીવન જગજાહેર છે. માતાજીની અસીમ કૃપાથી હું આજે 17 મહિને 50 જેટલા દેશોની યાત્રા કરી મારા ગામ મોઢવાડા સુરક્ષિત પરત ફર્યો છું. અને આ યાત્રા દરમિયાન મને કોઈ તકલીફ નથી પડી કે મારી કારમાં પંચર પણ પડડ્યું નથી. આજે હું સુરક્ષિત મારા ગામે પહોંચ્યો છું. આ માઁ લીરબાઈની શક્તિનો પરચો છે. વિશેષમાં નિલેશભાઈએ જણાવ્યું કે આ ઈચ્છા મારી અને માઁની છે તો જ આ કાર્ય થઈ શકે. માતાજીની દયાથી જે દેશમાં જતો ત્યાં કોઈને કોઈ સપોર્ટ મળી રહેતો હતો. અને જેટલા દેશોમાં ફર્યો ત્યાં લોકો માતાજીની મૂર્તિ જોઈ પ્રાર્થના કરતા એન રાજી થતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande