
પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદર જિલ્લાના દરિયામા લાઇટ ફિંશીગ કરતી બોટ સામે પોલીસ દ્રારા કાર્યવાહી કરવામા આવી રહી છે.ત્યારે નવીબંદરના દરિયામા લાઇટ ફિંશીગ કરતી માંગરોળની બોટ સામે ફરીયાદ નોંધાઈ છે. માંગરોળ ખાતે રહેતા હશન અબ્દુલ પટેલીની માલિકીની નાની બોટ આઈ એન ડી 11 એમઓ 4104 તેમજ કાદર જુમા ગોવસરીની માલિકીની નાની બોટ નં-આઈ એન ડી જી જે 11 એમ ઓ 1805 બગદાદી નામની બોટ બિનઅધિકૃત રીતે લાઇટ ફિંશીગ કરતી હોય તે દરમ્યાન નવીબંદર મરીન પોલીસે તેમને ઝડપી લીધી હતી અને તેમની સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya