નરસંગટેકરીમાં કાર ચાલકે દરવાજો ખોલતા અકસ્માત સર્જાયો.
પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદરના નરસંગટેકરી વિસ્તારમાં અસ્માતની ઘટના બની હતી. કારના ચાલકે બેફિકરાઈથી કારનો દરવાજો ખોલતા બાઇક લઈને જતો યુવાન અથડાયો હતો અને તેમને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો પોરબંદરના ગાયત્રી મંદિર
નરસંગટેકરીમાં કાર ચાલકે દરવાજો ખોલતા અકસ્માત સર્જાયો.


પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદરના નરસંગટેકરી વિસ્તારમાં અસ્માતની ઘટના બની હતી. કારના ચાલકે બેફિકરાઈથી કારનો દરવાજો ખોલતા બાઇક લઈને જતો યુવાન અથડાયો હતો અને તેમને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો પોરબંદરના ગાયત્રી મંદિર નજીક રહેતો અને મજુરીકામ કરતો પ્રકાશ ભીખુભાઇ જેઠવા નામના યુવાન પોતાનુ એકટીવા નં-જી જે ૨૫ એમ 9512 લઈને જતો હતો તે દરમ્યાન નરસંગટેકરી નજીક જતી ફોરવ્હીલ રજી.નં જે 06 પી જે 7725 ના ચાલકે બે ફિકરાઈ રીતે પોતાની કારનો દરવાજો એકાએક ખોલતા પ્રકાશ જેઠવાનુ એકટીવા દરવાજા સાથે અથડાયુ હતુ અને તેમને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો આ બનાવ અંગે પ્રકાશ જેઠવા એ કારના ચાલક સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધવતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande