બસ સ્ટેશન તથા બસોમાં સ્વચ્છતા જાળવવા મુસાફર જનતાને અપીલ.
ભાવનગર, 20 ફેબ્રુઆરી (હિ.સ.)ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર ભાવનગર વિભાગ મુસાફર જનતાને સારી સુવિધા આપવા માટે બસ સ્ટેશન પરિસર અને બસોની સ્વચ્છતા માટે ''સ્વચ્છતા હી સેવા'' અને ''સ્વચ્છતા હી પરમો ધર્મ'' ઉદેશ્યને સાચા અર્થમાં સાર્થક કરવા માટે સતત
બસ સ્ટેશન તથા બસોમાં સ્વચ્છતા જાળવવા મુસાફર જનતાને અપીલ


ભાવનગર, 20 ફેબ્રુઆરી (હિ.સ.)ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર ભાવનગર વિભાગ મુસાફર જનતાને સારી સુવિધા આપવા માટે બસ સ્ટેશન પરિસર અને બસોની સ્વચ્છતા માટે 'સ્વચ્છતા હી સેવા' અને 'સ્વચ્છતા હી પરમો ધર્મ' ઉદેશ્યને સાચા અર્થમાં સાર્થક કરવા માટે સતત પ્રયત્નશીલ અને કટીબધ્ધ છે પરંતુ સાથે મુસાફર જનતા પણ નિગમના આ ‘સ્વચ્છતા યજ્ઞ' પોતાનુ નૈતિક અને બહુમુલ્ય યોગદાન આપી સ્વયં શિસ્ત સાથે બસ સ્ટેશન પરિસરમા કે મુસાફરી દરમિયાન બસો મા ગંદકી ન કરી સહકાર આપે એવુ જણાવવામાં આવ્યું છે.એસ.ટી.પ્રશાસન દવારા તમામ મુસાફરો સ્પષ્ટ સુચના આપવામા આવે છે કે મુસાફરોએ કચરો નિયત કરેલ ડસ્ટબીનમાં જ નાખવો અને જયા ત્યાં થુંકીને/ પાન મસાલાની પિચકારી મારીને બસ સ્ટેશન કે બસોમાં ગંદકી ન કરવી તેમ છતા ગંદકી ફેલાવતા કોઈ વ્યકિત ઝડપાશે તો તેવા તત્વો સામે સામે પ્રશાસન દવારા સ્થળ પર જ દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામા આવશે. આવી દંડનાત્મક કાર્યવાહીથી બચવા મુસાફર જનતા જાતે જ સ્વચ્છતા જાળવે અને અન્યોને પણ સ્વચ્છતા જાળવવા સમજાવે જેથી નિગમના દરેક મુસાફરોને સ્વચ્છ અને આરોગ્ય પ્રદ વાતાવરણ મળી રહે તે માટે નમ્ર અનુરોધ કરવામા આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande