મહેસાણા કમલમ કાર્યાલય ખાતે ભાજપના મોરચા પ્રમુખો સાથે સંગઠાત્મક બેઠક યોજાઈ
મહેસાણા, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : મહેસાણા જિલ્લા ભાજપના કમલમ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપના વિવિધ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓ સાથે આગામી સંગઠાત્મક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી આવન
મહેસાણા કમલમ કાર્યાલય ખાતે ભાજપના મોરચા પ્રમુખો સાથે સંગઠાત્મક બેઠક યોજાઈ


મહેસાણા, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : મહેસાણા જિલ્લા ભાજપના કમલમ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપના વિવિધ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓ સાથે આગામી સંગઠાત્મક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી આવનારા કાર્યક્રમો, આયોજન અને કાર્યયોજનાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં હાજરી રહી કાર્યકરોને સંગઠનના કાર્યક્રમોને સફળ બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ મોરચાઓની ભૂમિકા, કાર્યવિભાગ અને કાર્યક્રમોની અસરકારક અમલવારી અંગે સૂચનાઓ આપવામાં આવી. સંગઠનની પ્રવૃત્તિઓને ગ્રામ્ય અને શહેરી સ્તરે વધુ સક્રિય બનાવવા તેમજ કાર્યકરો વચ્ચે સંકલન વધારવા પર ખાસ ભાર મૂકાયો.

આ પ્રસંગે ચંદ્રકાંતભાઈ પટેલ અને શુભમભાઈ શાહ પણ હાજર રહ્યા હતા અને તેમણે પણ કાર્યકરોને સંગઠનના કાર્યક્રમોમાં સક્રિય ભાગ લેવા પ્રેરણા આપી હતી. બેઠક અંતે આવનારા કાર્યક્રમોને સફળ બનાવવા માટે સંકલિત પ્રયાસો સાથે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી અને સંગઠનને વધુ ગતિશીલ બનાવવા સૌએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande