
ભાવનગર 20 ફેબ્રુઆરી (હિ.સ.) રાજકોટ મંડળ હેઠળ જામનગર–લાખાબાવળ સેક્શનમાં ડબલ ટ્રેક નિર્માણ કાર્ય માટે ઓપરેશનલ બ્લોક લેવામાં આવશે. આ કાર્યને કારણે તા. 21 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી, 2026 દરમિયાન કેટલીક ટ્રેનોના સંચાલન પર અસર પડશે. ભાવનગર રેલવે મંડળની પ્રભાવિત થનાર ટ્રેનોની વિગતો નીચે મુજબ છે —
આંશિક રીતે રદ કરવામાં આવેલી ટ્રેનો
તા. 25.02.2026ના રોજ ભાવનગરથી પ્રસ્થાન કરતી ગાડી સંખ્યા 19209 ભાવનગર–ઓખા એક્સપ્રેસને રાજકોટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. તેથી આ ટ્રેન રાજકોટ–ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
તા. 26.02.2026ના રોજ ઓખાથી પ્રસ્થાન કરતી ગાડી સંખ્યા 19210 ઓખા–ભાવનગર એક્સપ્રેસને રાજકોટ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવશે. એટલે કે આ ટ્રેન ઓખા–રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને રાજકોટથી ભાવનગર સુધી ચાલશે.
પરિવર્તિત માર્ગથી ચલાવવામાં આવતી ટ્રેન
તા. 26.02.2026ના રોજ પોરબંદરથી પ્રસ્થાન કરતી ગાડી સંખ્યા 12905 પોરબંદર–શાલીમાર એક્સપ્રેસને પરિવર્તિત માર્ગ વાયા જેતલસર–ભક્તિનગર મારફતે સંચાલિત કરવામાં આવશે.
રીશેડ્યૂલ કરવામાં આવેલી ટ્રેન
તા. 24.02.2026ના રોજ ઓખાથી પ્રસ્થાન કરતી ગાડી સંખ્યા 19210 ઓખા–ભાવનગર એક્સપ્રેસને ઓખા સ્ટેશન પરથી 2 કલાક મોડું પ્રસ્થાન કરવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
માર્ગમાં રેગ્યુલેટ (વિલંબિત) કરવામાં આવતી ટ્રેન
તા. 21, 22 અને 23 ફેબ્રુઆરી, 2026ના રોજ ગાડી સંખ્યા 19210 ઓખા–ભાવનગર એક્સપ્રેસને માર્ગમાં અંદાજે 25 મિનિટ માટે રેગ્યુલેટ (મોડું) કરવામાં આવશે.
રેલવે યાત્રિયોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે તેમજ ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ માહિતી માટે www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લે, જેથી કોઈપણ પ્રકારની અસુવિધાથી બચી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ